Not Set/ સુરત : પાંડેસરામાં દારૂના અડ્ડાઓ નાબૂદ કરવા સ્થાનિકો દ્વારા વિશાળ રેલીનું આયોજન

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગસેન નગર મુકામે ચાલતા પ્રતિબંધિત દારૂના તમામ અડ્ડાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબૂદ કરવાની મુહિમ સાથે પાંડેસરા નગસેન નગરના તમામ સ્થાનિકો એકઠા થઇ એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું.  સુરત પોલીસ કમિશનર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સુરતના પાંડેસરા નગસેન નગરના રહીશોએ સુરત પોલીસ કમિશ્નર ને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે, […]

Top Stories Gujarat
surat rally 1 સુરત : પાંડેસરામાં દારૂના અડ્ડાઓ નાબૂદ કરવા સ્થાનિકો દ્વારા વિશાળ રેલીનું આયોજન

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગસેન નગર મુકામે ચાલતા પ્રતિબંધિત દારૂના તમામ અડ્ડાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબૂદ કરવાની મુહિમ સાથે પાંડેસરા નગસેન નગરના તમામ સ્થાનિકો એકઠા થઇ એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું.  સુરત પોલીસ કમિશનર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

surat rally e1537874013546 સુરત : પાંડેસરામાં દારૂના અડ્ડાઓ નાબૂદ કરવા સ્થાનિકો દ્વારા વિશાળ રેલીનું આયોજન

સુરતના પાંડેસરા નગસેન નગરના રહીશોએ સુરત પોલીસ કમિશ્નર ને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે, સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગસેન નગર સોસાયટી કાયમી સ્થાનિક રહેવાસી છીએ. આ વિસ્તારમાં લગભગ 7 થી 8 હજાર લોકો પરિવાર સહિત રહે છે.

surat rally 4 e1537874032924 સુરત : પાંડેસરામાં દારૂના અડ્ડાઓ નાબૂદ કરવા સ્થાનિકો દ્વારા વિશાળ રેલીનું આયોજન

ગુજરાત રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં નગસેન નગરમાં 20 થી 25 દારૂના અડ્ડાઓ બુટલેગરો દ્વારા બેરોકટોક ચલાવવામાં આવી રહ્યા છે. જેના કારણે અહીંના રહીશો ખાસ કરીને મહિલાઓ અને બાળકોના માનસપટ પર વિપરીત અસર પડે છે.

surat rally 2 e1537874055675 સુરત : પાંડેસરામાં દારૂના અડ્ડાઓ નાબૂદ કરવા સ્થાનિકો દ્વારા વિશાળ રેલીનું આયોજન

જેથી નગસેન નગરના તમામ રહીશો આજે મોટી સંખ્યા માં એકઠા થઇ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ થી સુરત પોલીસ કમિશ્નર કચેરી સુધી પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં 500થી વધુ રહીશો જોડાયા હતાં.

surat rally 3 e1537874077916 સુરત : પાંડેસરામાં દારૂના અડ્ડાઓ નાબૂદ કરવા સ્થાનિકો દ્વારા વિશાળ રેલીનું આયોજન

રેલી બાદ સુરત પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. જો તેમની માંગને ધ્યાને લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.