Jammu Kashmir/ જમ્મુ-કાશ્મીરનાં ગુરેઝમાં દુર્ઘટના, ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ

જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું છે. સુરક્ષા દળોની સર્ચ ટીમ હેલિકોપ્ટરના ક્રૂને બચાવવા માટે દોડી આવી છે.

Top Stories India
cheetah-helicopter

જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું છે. સુરક્ષા દળોની સર્ચ ટીમ હેલિકોપ્ટરના ક્રૂને બચાવવા માટે દોડી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન દુર્ઘટના ગુરેઝના બરફીલા વિસ્તારમાં થઈ હતી. આ વિસ્તારમાં લાંબા સમયથી હિમવર્ષા થઈ રહી છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના આજે બપોરે લગભગ 12 વાગે બરૌમ ગુરેઝ ખાતે બની હતી. હેલિકોપ્ટરમાં સવાર પાયલટ અને કો-પાયલટ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી. સંરક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત અંગે વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. અકસ્માતની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

ગયા મહિને (ફેબ્રુઆરી 26), તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે પાઇલોટના મોત થયા હતા. હેલિકોપ્ટર હવામાં બેકાબૂ બનીને મેદાનમાં તૂટી પડ્યું હતું. ઘટના સમયે વિમાનમાં એક પાઈલટ અને એક ટ્રેઈની પાઈલટ સવાર હતા. તેલંગાણા પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં એક પાયલોટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

આ પણ વાંચો: સીએમ શિવરાજ સિંહ ચૌહાણે નશાબંધીને લઈને લીધો આ મોટો નિર્ણય, ઉમા ભારતી પાસે માંગી મદદ

આ પણ વાંચો:યુદ્ધમાં નિષ્ફળતાથી પુતિન ગુસ્સે, સેનાના 8 જનરલોને કર્યા બરતરફ

આ પણ વાંચો:ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, કહ્યું, પંજાબે પરિવર્તન માટે વોટ આપ્યો