આગ્રા/ આ અકસ્માતનાં દ્રશ્યો તમારા રૂંવાટા કરી દેશે ઉભા, 8 થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

ઉત્તર પ્રદેશનાં આગ્રામાં નેશનલ હાઈવે-19 પર ગુરુવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો.

India
ગરમી 25 આ અકસ્માતનાં દ્રશ્યો તમારા રૂંવાટા કરી દેશે ઉભા, 8 થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

ઉત્તર પ્રદેશનાં આગ્રામાં નેશનલ હાઈવે-19 પર ગુરુવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. એત્મદપુરથી આવતી સ્કોર્પિયો ડિવાઇડર પર ચઢીને ખોટી બાજુ આવી ગઇ અને કન્ટેનર સાથે જોરદાર ટક્કર થઇ ગઇ. આ દુ:ખદ અકસ્માતમાં 8 લોકોનાં મોત નીપજ્યાં હોવાનુ સામે આવી રહ્યુ છે. જ્યારે ત્રણને ગંભીર હાલતમાં એસ.એન. ઈમરજન્સીમાં દાખલ કરાયા છે. અકસ્માત બાદ હાઇવે જામ થઈ ગયો છે.

આ પણ વાંચો :  ધર્મ વિશેષ / મહાશિવરાત્રીનાં પર્વે ભક્તો ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સ, જુઓ Video

કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત સવારે 5.15 વાગ્યે થયો હતો. એત્માદપુર તરફથી આવી રહેલી સ્કોર્પિયો કાર અચાનક ડિવાઇડર પર બેકાબૂ થઈને રોંગ સાઇડ પર પહોંચી હતી. તે દરમિયાન કન્ટેનર રામબાગ તરફથી આવી ગયુ અને તે બંને વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. સ્કોર્પિયોને ટક્કર મારતાં ડ્રાઈવર અને ક્લિનર કન્ટેનર છોડીને ત્યાંથી નાસી ગયા હતા. આ ટક્કર કેટલી ભયાનક હશે તેનો અંદાજ તે પરથી લગાવી શકાય કે તેનો અવાજ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ અકસ્માતમાં સ્કોર્પિયોને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર લોકો ફસાઇ ગયા હતા. લોકો સ્કોર્પિયોમાં ફસાયેલા ચાર ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ સ્કોર્પિયોની બોડી તોડીને અન્ય લોકોને બહાર કાઠવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : કૃષિ આંદોલન / ઇસ રાત કી સુબહ નહી : કિસાન સંગઠનોએ 15 માર્ચે ફરી એક વખત કર્યું ભારત બંધનું એલાન

લગભગ એક કલાકની મહેનત પછી, સ્કોર્પિયોમાં ફસાયેલા અન્ય લોકો બહાર આવી શક્યા હતા. સ્કોર્પિયોમાં ડ્રાઈવર સહિત 12 લોકો સવાર હોવાનું જણાવાયું છે. તેમાંથી આઠનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એકનું હોસ્પિટલ પહોંચતા જ મોત નીપજ્યું હતું. ત્રણને એસ.એન. ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્કોર્પિયોનો નંબર જે.એચ.13 ડી 5029 છે. પોલીસ વાહનને નંબર દ્વારા ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. અકસ્માત બાદ કેટલાંક કિ.મી. સુધી હાઈવે જામ થઈ ગયો હતો. હાઈવે પરથી કન્ટેનર અને નુકસાન થયેલા સ્કોર્પિયોને હટવવામાં આવી રહ્યુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ