Madhya Pradesh/ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે નશાબંધીને લઈને લીધો આ મોટો નિર્ણય, ઉમા ભારતી પાસે માંગી મદદ

ઉત્તર પ્રદેશમાં જીત બાદ હવે મધ્યપ્રદેશમાં ફરી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેના કારણે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વ્યસન મુક્તિ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. એક ટ્વિટમાં સિંહે દીદી એટલે કે ઉમા ભારતીના પ્રતિબંધ અભિયાનને સમર્થન આપ્યું છે

Top Stories India
shivraj

ઉત્તર પ્રદેશમાં જીત બાદ હવે મધ્યપ્રદેશમાં ફરી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેના કારણે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વ્યસન મુક્તિ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. એક ટ્વિટમાં સિંહે દીદી એટલે કે ઉમા ભારતીના પ્રતિબંધ અભિયાનને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે, હવે સમાજના નિર્માણ માટે એમપીમાં વ્યસન મુક્તિ અભિયાન શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:યુદ્ધમાં નિષ્ફળતાથી પુતિન ગુસ્સે, સેનાના 8 જનરલોને કર્યા બરતરફ

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટર પર લખ્યું, ‘દારૂ અને વ્યસન મુક્તિ અંગે આદરણીય દીદીની ચિંતા પર, મેં તેમને વિનંતી કરી કે સરકાર જનપ્રતિનિધિઓ, નાગરિકો અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને નશા મુક્ત સમાજના નિર્માણ માટે અભિયાન ચલાવે. મેં તેમને આ અભિયાનમાં સહકાર આપવા વિનંતી કરી છે. આપણે સાથે મળીને સ્વસ્થ સમાજના નિર્માણ અને વ્યસનમુક્તિ માટે તમામ પ્રયાસો કરીશું.

ઉમા ભારતી અભિયાન ચલાવી રહ્યા છે
ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા ઉમા ભારતી લાંબા સમયથી એમપીમાં દારૂબંધીનું અભિયાન ચલાવી રહી છે. આ અભિયાનને ભાજપના અનેક નેતાઓનું સમર્થન પણ મળ્યું છે. હવે ખુદ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પણ આ વાતનું સમર્થન કર્યું છે. તેમણે દારૂ અને નશા મુક્તિ અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, કહ્યું, પંજાબે પરિવર્તન માટે વોટ આપ્યો

આ પણ વાંચો:AAPની લહેરથી ડરીને ભાજપ દિલ્હી MCD ચૂંટણી મોકૂફ રાખવા માંગે છે, કેજરીવાલે કર્યો આક્ષેપ