Not Set/ મુંબઈમાં ભારે વરસાદ, ચેમ્બૂર અને વિક્રોલીમાં દિવાલ ધરાશાયી થતા 11 લોકોનાં મોત

મુંબઈમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણોસર મુંબઈનાં અલગ-અલગ વિસ્તારો પાણીમાંં ગરકાવ થઇ ગયા છેે.

Top Stories India
11 338 મુંબઈમાં ભારે વરસાદ, ચેમ્બૂર અને વિક્રોલીમાં દિવાલ ધરાશાયી થતા 11 લોકોનાં મોત
  • મુંબઇનાં ચેમ્બૂરમાં પાંચ મકાન પડતાં દુર્ઘટના
  • ભરતનગરમાં ભૂસ્ખલનની બની ઘટના
  • પહાડનો ભાગ ધસી પડતાં સર્જાઇ દુર્ઘટના
  • કાટમાળમાં દબાતા 11 લોકોનાં કરૂણ મોત
  • NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી કરાઇ
  • અન્ય 9 લોકોને સારવાર માટે ખસેડાયા

મુંબઈમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણોસર મુંબઈનાં અલગ-અલગ વિસ્તારો પાણીમાંં ગરકાવ થઇ ગયા છેે. મેઘાનું તાંડવ એટલુ વધારેે છેે કે અહી ચેમ્બૂર અને વિક્રોલીમાં દિવાલ ધરાશાયી થઇ હોવના અહેેવાલ મળી રહ્યા છે. જેના કારણે 11 લોકોનાં મોત નીપજ્યા છે.

મેઘાનું તાંડવ / મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ, શહેરમાં અલગ-અલગ વિસ્તાર પાણીમાં ગરકાવ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભારે વરસાદનાં કારણે દયનીય સ્થિતિ સર્જાઇ છે. ફરી એકવાર ભારે વરસાદનો કહેર મહાનગરીમાં જોવા મળ્યો છે, અહી દિવાલ તૂટી જવાના કારણે બે દુઃખદ અકસ્માતો સર્જાાયા છે. પહેલી ઘટનામાં, જ્યાં ભારે વરસાદનાં કારણે મુંબઈનાં ચેમ્બૂર ભારત નગર વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે કેટલાક ઝૂંપડાઓની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમા 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. વળી, બીજી ઘટનામાં વિક્રોલી વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. હાલ બંને જગ્યાએ બચાવ કામગીરી ચાલુ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) કહે છે કે, ભૂસ્ખલનનાં કારણે ચેમ્બરનાં ભારત નગર વિસ્તારમાં કેટલાક ઝૂંપડાઓની દિવાલ ધરાશાયી થતાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એવું માનવામાં આવે છે કે અંદર વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે, તેમને બચાવવાનું કામ ચાલુ છે. વધુમાં, બીએમસીએ જણાવ્યું હતું કે, રવિવારે વહેલી સવારે મુંબઈનાં વિક્રોલી વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ વન રહેણાંક મકાન ધરાશાયી થયું હતું, જેમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા.

..તો જળસંકટ !  / જો 31 જુલાઇ સુધીમાં વરસાદ નહીં થાય તો, ગુજરાતમાં સર્જાઇ શકે છે મોટું જળસંકટ

ચેમ્બુરની ઘટના અંગે એનડીઆરએફનાં ઇન્સ્પેક્ટર રાહુલ રઘુવંશે જણાવ્યું હતું કે, એનડીઆરએફને કાટમાળમાંથી બે મૃતદેહો મળી આવ્યા છે. એનડીઆરએફનાં જવાનોનાં આગમન પૂર્વે સ્થાનિક લોકો દ્વારા 10 મૃતદેહો બહાર કાઠવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા 7 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. અહીં મુંબઈમાં ભારે વરસાદને કારણે ફરી એકવાર માયાનગરીની ગતિ અટકી ગઈ છે.

મુંબઇમાં રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચારે બાજુ પાણીનો નજારો જોવા મળી રહ્યો છે. રસ્તાઓ અને શેરીઓથી લઇને રેલ્વે પાટા સુધી, અહી પાણીનો ભરાવો થયો છે. અહી ઘૂંટણ સુધી ઉંડા પાણી ભરાયા છે. મુશળધાર વરસાદનાં કારણે મુંબઇનાં હનુમાન નગરથી કાંદીવલી વિસ્તાર સુધી પાણી લોકોનાં ઘરોમાં ઘુસી ગયા છે. સવારે પાણી ભરાતા મુંબઇની જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.