Not Set/ મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ, શહેરમાં અલગ-અલગ વિસ્તાર પાણીમાં ગરકાવ

ગુજરાતમાં ભલે વરસાદ સંતા કૂકડી રમી રહ્યો હોય પરંતુ મુંબઈમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગત રાત્રીથી ભારે વરસાદ પડી રહ્યો છે.

Top Stories India
11 337 મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ, શહેરમાં અલગ-અલગ વિસ્તાર પાણીમાં ગરકાવ
  • માયાનગરી મુંબઇમાં મૂશળધાર વરસાદ
  • ભારે વરસાદને કારણે ડુબ્યા રેલવે ટ્રેક
  • રેલવે સ્ટેશન પર ઘૂટણસમા પાણી ભરાયા
  • દાદર,બોરીવલી,સાયણમાં ભારે વરસાદને કારણે જળભરાવ
  • કાંદીવલીમાં દુકાનોમાં પાણી ઘુસતા નુકસાન
  • હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં ભલે વરસાદ સંતા કૂકડી રમી રહ્યો હોય પરંતુ મુંબઈમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગત રાત્રીથી ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ શહેરમાં વરસાદનાં કારણે ઠેર ઠેર પાણી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

ઇસરો / આકાશમાંથી દેશમાં ચારે બાજુ નજર રાખવા માટે ઇસરો બે સેટેલાઇટ લોન્ચ કરશે

આપને જણાવી દઇએ કે, મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ એટલો ભારે છે કે ઘણી જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. મુંબઈથી ઘણી તસવીરો બહાર આવી છે જેમાં રસ્તાઓ કેવી રીતે પૂરમાં ફેરવાઇ ગયા છે તે જોઇ શકાય છે. સાયન રેલ્વે સ્ટેશનની તસવીરો સપાટી પર આવી છે, જ્યાં જોઈ શકાય છે કે આખો ટ્રેક પાણીથી ભરાઈ ગયો છે, પાટા દેખાતા નથી. પાણી અનેક જગ્યાએ લોકોનાં ઘરોમાં ઘુસી ગયું છે.

..તો જળસંકટ !  / જો 31 જુલાઇ સુધીમાં વરસાદ નહીં થાય તો, ગુજરાતમાં સર્જાઇ શકે છે મોટું જળસંકટ

વળી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) કહે છે કે, ચેમ્બૂરનાં ભારત નગર વિસ્તારમાં ભૂસ્ખલનનાં કારણે કેટલીક ઝૂંપડપટ્ટીઓની દિવાલ તૂટી પડતાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે. બચાવ કામગીરી ચાલુ છે. શુક્રવારે મુંબઇ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદને કારણે મીઠી નદીમાં પાણીની સપાટી વધતાં શહેરનાં ઝૂંપડપટ્ટી પ્રભાવિત વિસ્તારનાં આશરે 250 જેટલા રહીશોને સ્થળાંતર કરાયા હતા. વરસાદને કારણે લોકલ ટ્રેન સેવાઓને પણ અસર થઈ હતી. પાણીનું સ્તર ઓછું થયા પછી, આ લોકો ફરીથી પોતપોતાના ઘરે પરત ફર્યા હતા.

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, શુક્રવારે અત્યાર સુધીમાં સીઝનનો સૌથી ભારે વરસાદ પડ્યો હતો અને છેલ્લા 10 વર્ષમાં (જુલાઈમાં) દૈનિક વરસાદનો બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાએ 18 થી 20 જુલાઇ દરમ્યાન મુંબઈને ઓરેન્જ કેટેગરી સ્ટોર્મ ચેતવણી હેઠળ મૂકી દીધુ છે, જેમાં ‘અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ’ સૂચવવામાં આવે છે, સાથે સાથે કેટલાક ભાગોમાં (24 કલાકમાં 204.5 મીમીથી વધુ) વરસાદ પડવાની સંભાવનાઓ છે.

ક્રિકેટ / અંતિમ ઓવરમાં 6 છક્કા ફટકારી આ બેટ્સમેને અપાવી પોતાની ટીમને જીત

આજે સવારે પડેલા ધોધમાર વરસાદનાં કારણે વરસાદી પાણી મુંબઇનાં બોરીવલી પૂર્વ વિસ્તારમાં પ્રવેશ્યુ છેે. જ્યા જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઇ છે. શનિવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં આકાશ સાફ રહ્યુ હતું. પરંતુ રવિવારે શહેરમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રીઓએ સાંજનાં સમયે આંશિક રીતે વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદ અથવા તોફાની વરસાદની આગાહી કરી છે. વળી, મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. મંગળવારે શહેરમાં ચોમાસાનો પ્રથમ વરસાદ થયો હતો. સામાન્ય રીતે ચોમાસું 27 જૂન સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં આવે છે પરંતુ આ વખતે તે 16 દિવસનાં વિલંબ સાથે આવ્યુ છે.