પાકિસ્તાન હંમેશાની જેમ નાપાક હરકતોને ભારતીય સેના દ્રારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.
ભારતીય સેનાએ 48 કલાકની અંદર જ ભારતીય સેનાના ચાર સૈનિકોની શહાદતનો બદલો લઇ લીધો છે. સોમવાર રાત ભારતે પૂંછની પાસે રાવલકોટ સેક્ટરમાં જવાબી ફાયરીંગમાં પાકિસ્તાનના ત્રણ સૈનિકોને મારી નાખવામાં આવ્યાં છે.
આ પહેલીવાર નથી પહેલાં પણ ભારતીય સેનાએ પાકિસ્તાનની બોર્ડરમાં ઘૂસીને તેમની પર હુમલો કર્યો હતો. લગભગ 15 મહિના પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાનની બોર્ડરમાં ઘૂસીને તેમના સૈનિકો પર હુમલો કર્યો હતો.
શહીદ થયેલા બધા સૈન્યકર્મી 120 ઇનફૈટ્રી બ્રિગેડ બટાલીયન માંથી હતા. મેજર મોહરકર પ્રફુલ્લા , અમ્બાદાસ , લાંસ નાયક ગુરમૈલ સિંહ અને સિપાહી પરગટ સિંહ.
સેનાએ એલઓસીમાં જઈને આઈડી પ્લાન્ટ કરી હતી, તે વખતે પાકિસ્તાનના સૈનિકો સાથે ક્રોસફાયરીંગ થઈ હતી.