Not Set/ અડાલજમાં થયેલા મહેફિલ કેસમાં આરોપી વિસ્મય શાહને હાઇકોર્ટની રાહત

અમદાવાદ, અડાલજમાં થયેલા મહેફિલ કેસમાં આરોપી વિસ્મય શાહને હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે વિસ્મય શાહના જામીન મંજુર કર્યા છે. વિસ્મય શાહે સામાજિક સેવા કરવા હાઇકોર્ટમાં બાંહેધરી આપી હતી. સામાજિક સેવાની બાંહેધરી બાદ કોર્ટે જામીન આપ્યા છે. આ અગાઉ  હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને ટ્રાયલ કોર્ટે 5 વર્ષની કેદની સજા કરી હતી. સજા […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 97 અડાલજમાં થયેલા મહેફિલ કેસમાં આરોપી વિસ્મય શાહને હાઇકોર્ટની રાહત

અમદાવાદ,

અડાલજમાં થયેલા મહેફિલ કેસમાં આરોપી વિસ્મય શાહને હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે વિસ્મય શાહના જામીન મંજુર કર્યા છે. વિસ્મય શાહે સામાજિક સેવા કરવા હાઇકોર્ટમાં બાંહેધરી આપી હતી. સામાજિક સેવાની બાંહેધરી બાદ કોર્ટે જામીન આપ્યા છે. આ અગાઉ  હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને ટ્રાયલ કોર્ટે 5 વર્ષની કેદની સજા કરી હતી. સજા સામે હાલ હાઇકોર્ટમાં પેન્ડિંગ અપીલ છે.

ઉલ્લેખનીય છે કે અડાલજ માંથી દારૂની મહેફિલ માણતા છ ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં વર્ષ ૨૦૧૧ માં થયેલા હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ તેમજ બે મહિલા સહીત કુલ ૬ આરોપીઓ હતા. જે મામલે નીચલી કોર્ટમાં થયેલી આરોપીઓની જામીન અરજીને કોર્ટે ફગાવી મૂકી હતી. ત્યારબાદ તમામ આરોપીઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં ત્રણ જુદા જુદા જજોએ નોટ બીફોર મી કર્યા બાદ ચોથા જજ એ.વાય કોગજેની કોર્ટે વિસ્મયને બાદ કરતા તમામને જામીન પર મુક્ત કર્યા હતા અને વિસ્મયને વચગાળાના જામીન આપીને થોડી રાહત આપી હતી.જોકે , વિસ્મયે રેગ્યુલર જામીન કરી હતી.