Maharastra/ પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો ઘટાડો

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે, જેના પછી રાજ્યમાં તેલની કિંમતોમાં થોડી રાહત થશે.

Top Stories India
Petrol

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે, જેના પછી રાજ્યમાં તેલની કિંમતોમાં થોડી રાહત થશે. એકનાથ શિંદે, જેમણે થોડા દિવસો પહેલા મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, ગુરુવારે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પરના મૂલ્ય વર્ધિત કર (વેટ)ને અનુક્રમે 5 રૂપિયા અને 3 રૂપિયા પ્રતિ લિટર ઘટાડશે. આ પછી હવે મહારાષ્ટ્રમાં પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા સસ્તું થશે.

આ બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત હવે 111.35 રૂપિયાથી ઘટીને 106.35 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે.  ડીઝલ 97.28 રૂપિયાથી 94.28 રૂપિયા થશે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક બાદ આજે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એકનાથ શિંદે અને તેમના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી હતી.

શિંદેએ જણાવ્યું હતું કે “કેન્દ્ર સરકારે 4 મે, 2022 ના રોજ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્રએ પણ રાજ્યોને તેમના કર ઘટાડવાની અપીલ કરી હતી. અગાઉની સરકારે ઘટાડો કર્યો ન હતો પરંતુ અમારી સરકારે નિર્ણય કર્યો છે કે તે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો.જોકે તેનાથી સરકારની તિજોરી પર 6 હજાર કરોડનો બોજ પડશે.પરંતુ તેનાથી રાજ્યમાં મોંઘવારી ઘટશે.

દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય પર ટ્વીટ કરીને કહ્યું કે, “મરાઠી માટે આ મોટી રાહત છે.”

ગુરુવારે પણ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં ક્રૂડ ઓઈલમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક તેલની કિંમતો પર તેની કોઈ અસર થશે કે કેમ તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો:કુદરતનો કોપ : ‘ઘેડ’ પંથક ફેરવાયું ‘બેટ’માં : જૂઓ આ ખાસ ફોટા