- જાણીતા લોકગાયક દેવાયત ખવડ સામે કસાયો ગાળિયો
- કાવતરાની કલમ ઉમેરવા પોલીસનો કોર્ટમાં રિપોર્ટ
- રિપોર્ટમાં કાવતરુ રચી હુમલો કર્યાનો ઉલ્લેખ
- દેવાયત અને તેના સાગરિતો ધ્વારા કરાયો હતો હુમલો
- મયૂરસિંહ રાણાની ઓફિસે રેકી કર્યાના CCTV મળ્યા
- દેવાયત સહિત 3 આરોપીઓ હાલ જેલ હવાલે
Renowned folk singer Devayat Khawad ગુજરાતના જાણીતા લોકગાયક દેવાયત ખવડ((Devayat Khavad)) મારામારી કેમાં હાલ જેલમાં છે,આ મારપીટ કેસમાં પોલીસે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં મારામારી કેસમાં (CASE) કાવતરા રચવાની નવી કલમ પણ ઉમેરી છે. આ મારામીર કેસમાં પોલીસે ઉલ્લેખ કર્યો છે કે લોકગાયક દેવાયત ખવડે સાજિશ રચીને હુમલો કર્યો છે તેથી તેની સામે કાવતરાની કલમ ઉમેરવામાં આવી છે. દેવાયત અને તેના સાગરિતોએ મયૂરસિંહ રાણાની ઓફિસની રેકી કરીને તેના પર હુમલો કર્યો હતો, આ અંગેનો સીસીટીવી ફુટેજ પણ મળી આવ્યો છે જેના આધારે પોલીસે નવી કલમ ઉમેરી છે. હાલ દેવાયચ સહિત 3 આરોપીઓ જેલના હવાલે છે.
ઉલ્લેખનીય છે કે શહેરના સર્વેશ્વર ચોક વિસ્તાર નજીક મયુરસિંહ રાણા (MAYURSINGH RANA) નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ લોકગાયક દેવાયત ખવડ(Renowned folk singer Devayat Khawad) સામે પોલીસ કેસ નોંધાયો હતો. આ કેસ નોંધાતા પોલીસ તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દીધા હતાી . દેવાયતે આગોતરા જામીનની અરજી પણ કરી હતી કોર્ટે તેને નકારી હતી જેના લીધે દેવાયત તેના સાથીઓ સાથે જેલની હવા ખાઇ રહ્યો છે.પોલીસે કેસ મજબૂત બનાવ્યો છે. આ કેસમાં હજુણપ તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે રાણો રાણાની રીતે’ ફેમ દેવાયત ખવડનો બે દિવસ પહેલા યુવકને માર મારતો વિડીયો સામે આવ્યો હતો. બનાવની વિગતો એવી છે કે, રાજકોટમાં સર્વેશ્વર ચોક નજીક પુષ્કર એપાર્મેન્ટ પાસે ચાલીને જતા મયુરસિંહ રાણા નામના યુવાન પર દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો રોડ પર પાડીને પગના ભાગે ફટકા માર્યા હતા. આ દ્રશ્યો સીસીટીવીમાં(CCTV) કેમેરામાં કેદ થયા છે અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. માહિતી અનુસાર ઘટના જોઈને આસપાસના લોકો દોડી આવતા દેવાયત સાથીદાર સાથે કારમાં બેસીને નાસી છૂટ્યા હતા
