Not Set/ #INDvAUS : ટીમ ઇન્ડીયાના આ યુવા ખેલાડીના ચોક્કા જોઈ હેરાન થયા કાંગારુઓ, જુઓ આ વીડિયો

સિડની, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની શરૂઆત ૬ ડિસેમ્બરના રોજથી થઇ રહી છે. જો કે આ પહેલા સિડનીમાં ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ઈલેવન વચ્ચે એક અભ્યાસ મેચ રમાઈ રહી છે. આ અભ્યાસ મેચનો પ્રથમ દિવસ વરસાદના કારણે રદ્દ થયા બાદ બીજા દિવસે ભારતીય ટીમ મેદાનમાં બેટિંગ કરવા ઉતરી હતી. આ દરમિયાન ભારતના ઓપનર […]

Trending Sports Videos
pruthvi shaw #INDvAUS : ટીમ ઇન્ડીયાના આ યુવા ખેલાડીના ચોક્કા જોઈ હેરાન થયા કાંગારુઓ, જુઓ આ વીડિયો

સિડની,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની શરૂઆત ૬ ડિસેમ્બરના રોજથી થઇ રહી છે. જો કે આ પહેલા સિડનીમાં ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ઈલેવન વચ્ચે એક અભ્યાસ મેચ રમાઈ રહી છે.

આ અભ્યાસ મેચનો પ્રથમ દિવસ વરસાદના કારણે રદ્દ થયા બાદ બીજા દિવસે ભારતીય ટીમ મેદાનમાં બેટિંગ કરવા ઉતરી હતી. આ દરમિયાન ભારતના ઓપનર બેટ્સમેન અને અન્ડર ૧૯ ટીમના કેપ્ટન રહી ચુકેલા પૃથ્વી શોએ આ મેચમાં પોતાનો જલવો બતાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયા ઈલેવન સામેની પ્રથમ ઇનિંગ્સમાં પૃથ્વી શોએ માત્ર ૬૯ બોલમાં ૬૬ રન ફટકાર્યા હતા. પરંતુ આ ઇનિંગ્સ દરમિયાન શોની રમત જોઈ કાંગારુંઓ હેરાન થઇ ગયા હતા. પૃથ્વી શોએ આ ૬૬ રનની ઇનિંગ્સ દરમિયાન ૧૧ ચોક્કા ફટકાર્યા હતા.

પ્રેક્ટિસ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં ૩૫૮ રન બનાવ્યા હતા. જેમાં શોના ૬૬ રન ઉપરાંત ચેતેશ્વર પુજારાએ ૫૪ રન, વિરાટ કોહલીએ ૬૪ રન, રહાનેએ ૫૬ રન જયારે હનુમાન વિહારીએ ૫૩ રન બનાવ્યા હતા.