નવી દિલ્હી,
સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરવા માટે જાણીતી કંપની ડિટેલ દ્વારા ભારતમાં સસ્તા ફોન અને એસેસરીઝ લોન્ચ કરવામાં આવી ચુક્યા છે, ત્યારબાદ હવે કંપની દ્વારા દુનિયાનું સૌથી સસ્તું LCD ટીવી લોન્ચ કરાયું છે.
આ કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ TV દુનિયાનું સૌથી સસ્તું LCD છે અને તેની કિંમત ૩,૯૯૯ રૂપિયા છે.
આ TVનું નામ Detel D1 છે. જેમાં ૧૯ ઇંચની HD સ્ક્રીન આપવામાં આવી છે.
આ LCD TVને તમે કંપનીની વેબસાઈટ અથવા તો મોબાઈલ એપથી ખરીદી શકો છો. આ ઉપરાંત ડિસ્ટ્રીબ્યુટર્સ અને પાર્ટનર B2BAdda પાસેથી પણ ખરીદી શકો છો.
આ ટીવીમાં HDMI અને USB પોર્ટ અપાયો છે. સાથે સાથે એક વર્ષની કસ્ટમ વોરંટી પણ આપવામાં આવશે. LCDની સ્ક્રીન રીજોલ્યુસન ૧૩૬૬ X ૭૬૮ અને કોન્ટ્રાસ્ટ રેશિયો ૩,૦૦,૦૦૦ : ૧ છે.
આ ઉપરાંત ટીવીમાં ઇનબિલ્ટ ગેમિંગ પણ છે અને તેને કોમ્પ્યુટર સાથે પણ કનેક્ટ કરી શકાય છે.
કંપની દ્વારા જણાવ્યા મુજબ, ટીવીમાં પાવર ઓડિયો કંટ્રોલ આપવામાં આવ્યું છે અને સાઉન્ડ આઉટપુટ 8X2W છે તેમજ ટીવીમાં મલ્ટીમીડિયા સપોર્ટ પણ અપાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કંપની દ્વારા આ પહેલા માત્ર ૨૯૯ રૂપિયામાં ફોન લોન્ચ કરવામાં આવી ચુક્યો છે. આ ફોનનું નામ Detel D1 છે.