Not Set/ સહારનપુરમાં વરસાદથી મકાન ધરાશાયી થતાં એક પરિવારના તમામ છ સભ્યોના મોત

સહારનપુર: ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયું છે જેના કારણે એક પરિવારના તમામ છ સભ્યોના મોત નીપજ્યાં છે. મૃતકોમાં માતા-પિતા ઉપરાંત ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. મુજ્જફરનગર જિલ્લામાં વરસાદ પછી મકાન ધરાશાયી થવાની આ બીજી ઘટના બની છે. અહિયાં આ અગાઉ ભારે વરસાદના કારણે એક મકાનનો એક ભાગ ધસી પડ્યો હતો. […]

Top Stories India Trending
House collapse at Saharanpur, 6 people of a family died

સહારનપુર: ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયું છે જેના કારણે એક પરિવારના તમામ છ સભ્યોના મોત નીપજ્યાં છે. મૃતકોમાં માતા-પિતા ઉપરાંત ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. મુજ્જફરનગર જિલ્લામાં વરસાદ પછી મકાન ધરાશાયી થવાની આ બીજી ઘટના બની છે. અહિયાં આ અગાઉ ભારે વરસાદના કારણે એક મકાનનો એક ભાગ ધસી પડ્યો હતો. જેમાં એક છોકરી સહીત બે વ્યક્તિના મોત નીપજ્યાં હતા.

સહારનપુરમાં વાદળાં આફત બનીને વરસી રહ્યાં છે. અહિયાં મકાન ધસી પડવાથી કાટમાળ નીચે દટાઈ જવાના કારણે સમગ્ર પરિવાર મોતની નિંદ્રામાં સૂઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં બે દિવસમાં વરસાદના કારણે ધસી પડેલા મકાનોના કાટમાળનીચે દટાઈ જવાના લીધે અત્યાર સુધીમાં 11 વ્યક્તિના મોત નીપજી ચૂક્યા છે.

આ ઘટના સહારનપુર જિલ્લાના ગંગોહ ગામના મોહલ્લા સરાયમાં ભારે વરસાદના કારણે ફૈઝાન નામના ગ્રામ્યજનનું મકાન ધસી પડ્યું હતું. આ મકાન ધરાશાયી થતાં મકાનમાં સૂઈ રહેલા પરિવારના તમામ સભ્યો કાટમાળની નીચે દટાઈ જવાના કારણે તેમના મોત નીપજ્યા હતા. આજે સવારે ગ્રામજનોએ જાગીને જોયું તો ફૈઝાનનું મકાન ધરાશાયી થયેલું હતું અને અંદર સૂઈ રહેલા પરિવારના તમામ સભ્યો કાટમાળની નીચે દબાયેલા હતા.

ગ્રામજનોએ આ અંગેની જાણકારી પોલીસને આપી હતી અને કાટમાળ ખસેડવામાં આવ્યો તો તેમાંથી સમગ્ર પરિવારના છ મૃતદેહ મળી આવ્યા હતા. આ દર્દનાક ઘટનાથી પરિવારજનોમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ઘટનાસ્થળ પર ઉંચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પરંતુ કુદરતની આગળ કોઈનું કઈ ચાલ્યું છે.

સહારનપુર ઉપરાંત યુપીના મુજ્જફરનગર જિલ્લામાં જુદી જુદી બે ઘટનામાં મકાન ધસી પડવાના કારણે બે વ્યક્તિના મોત નીપજ્યા છે, જયારે 13 અન્ય ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે, કુલ્હેદી ગામમાં મકાન પડી જવાના કારણે એક ૧૦ વર્ષીય બાળકીનું મોત થયું હતું અને પરિવારના અન્ય આઠ સભ્યો ઘાયલ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખાનપુર વિલ્લાગેમમાં મકાન પડવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઘાયલોને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે જિલ્લામાં વરસાદની સાથે જોડાયેલી ઘટનાઓમાં ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા. અને છેલ્લા બે દિવસમાં ૫૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.