Not Set/ UPAના ગ્રોથ રેટનું મોદી સરકાર દ્વારા કરાયું સંશોધન, સામે આવ્યા ચોકાવનારા આંકડા

નવી દિલ્હી, કેન્દ્રની વર્તમાન મોદી સરકાર દ્વારા બુધવારે એક રિપોર્ટ રજૂ કરાયો છે, જેમાં UPAના ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન રહેલી દેશની GDP (ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ) રેટને લઈ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સંશોધિત કરાયેલા આંકડા મુજબ, ૨૦૧૦-૧૧માં દેશની અર્થવ્યવસ્થાનો ગ્રોથ રેટ ૮.૫ ટકા રહ્યો હતો. જો કે આ પહેલા ગ્રોથ રેટ ૧૦.૫ % રહેવાનું […]

Trending Business
951946832 UPAના ગ્રોથ રેટનું મોદી સરકાર દ્વારા કરાયું સંશોધન, સામે આવ્યા ચોકાવનારા આંકડા

નવી દિલ્હી,

કેન્દ્રની વર્તમાન મોદી સરકાર દ્વારા બુધવારે એક રિપોર્ટ રજૂ કરાયો છે, જેમાં UPAના ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન રહેલી દેશની GDP (ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ) રેટને લઈ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા સંશોધિત કરાયેલા આંકડા મુજબ, ૨૦૧૦-૧૧માં દેશની અર્થવ્યવસ્થાનો ગ્રોથ રેટ ૮.૫ ટકા રહ્યો હતો. જો કે આ પહેલા ગ્રોથ રેટ ૧૦.૫ % રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “અર્થવ્યવસ્થાના વિકાસની યોગ્ય તસ્વીર બતાવવા માટે ગ્રોથ રેટના આંકડાઓમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો”.

ચીફ ઈકોનોમિસ્ટ પ્રવિણ શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ ૨૦૦૬-૧૨ દરમિયાન GDP ગ્રોથ રેટને પાછળની સિરીઝના નવા ડેટા સાથે સંશોધિત કરવામાં આવ્યા છે.