Not Set/ કોરોના સંક્રમિત સાસુ આઈસોલેશનમાં રહી કંટાળી જતા દિકરાની વહુને પણ આ રીતે કરી કોરોના સંક્રમિત

કોરોના પોઝીટીવ સાસુ આઈસોલેશનમાં રહીને કંટાળી જતા તેણીએ તેની વહુને જબરજસ્તી ગળે લગાવીને કોરોના સંક્રમિત કરી છે.

India Trending
ratna 9 કોરોના સંક્રમિત સાસુ આઈસોલેશનમાં રહી કંટાળી જતા દિકરાની વહુને પણ આ રીતે કરી કોરોના સંક્રમિત

કોરોનાનું નામ સાંભળતા ભલભલા લોકોને આંખે અંધારા આવી જતા હોય છે.  આ વૈશ્વિક મહામારી થી આજે દુનિયા ના  દરેક લોકો ડરી રહ્યા છે. તો અહીં તેલંગાણા માં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કોરોના સંક્રમિત સાસુએ તેની દીકરાની  વહુને જાણી જોઈ  ગળે લગાવી અને તેને પણ કોરોના સંક્રમિત કરી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં દર્દી આઈસોલેશનમાં રહીને પણ કંટાળી જતા હોય છે. ત્યારે કેટલીક માનસિક બીમારીઓનો પણ શિકાર બનતા હોય છે. આવું જ કાઈ તેલંગાણા માં બન્યું છે. અહીં  કોરોના પોઝીટીવ સાસુ આઈસોલેશનમાં રહીને કંટાળી જતા તેણીએ તેની વહુને જબરજસ્તી ગળે લગાવીને કોરોના સંક્રમિત કરી છે.

આ કેસ તેલંગાણાના સોમરીપેટા ગામની છે, જ્યાં એક મહિલાને કોરોનાના લક્ષણો જણાતા રીપોર્ટ કરાવ્યો હતો અને પોઝીટીવ આવ્યો હતો. બાદમાં આ મહિલાને ઘરમાં આઈસોલેટ કરવામાં આવી હતી. અને પરિવારના અન્ય સભ્યોને તેનું સંક્રમણ ન લાગે તે માટે પરિવારજનોએ રૂમનો દરવાજો બંધ રાખ્યો હતો અને તેણીને મળવાનું બંધ કર્યું હતું. પરિણામે આ મહિલા ગુસ્સે  ભરાઈ હતી. અને તેની વહુને જબરજસ્તી ગળે લગાવીને તેને પણ કોરોના સંક્રમિત કરી દીધી હતી. વહુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી પરિવારજનોએ તેની સાસુને ઘરેથી બહાર કાઢી મૂકી દીધી હતી.

વહુએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમિત તેની સાસુને પરિવારથી અલગ એક રૂમમાં આઈસોલેટ કરવામાં આવી હતી અને ત્યાં જ તેમને જમવાનું આપી દેવામાં આવતું હતું. પરંતુ મારી સાસુએ મને એવુ કહીને ગળે લગાવી કે, તારે પણ કોરોના સંક્રમિત થવું જોઈએ. હાલ બંનેની સારવાર ચાલી રહી છે. આ સંક્રમિત મહિલાનો પતિ ટ્રેક્ટર ડ્રાઈવર તરીકે ઓડીસમાં છેલ્લા સાત મહિનાથી નોકરી કરે છે. તૂ સાથે આ યુવતીને અધિકારીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તેની તેની સાસુ વિરુદ્ધ કેસ કરવા માંગે તો તેને તે અંગે માર્ગદર્શન અને સપોર્ટ પણ આપવામાં આવશે.

nitish kumar 3 કોરોના સંક્રમિત સાસુ આઈસોલેશનમાં રહી કંટાળી જતા દિકરાની વહુને પણ આ રીતે કરી કોરોના સંક્રમિત