Not Set/ “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ”માં આંધ્રપ્રદેશે હાંસલ કર્યું પ્રથમ સ્થાન, ગુજરાતને મળ્યું પાંચમું સ્થાન, જુઓ આ યાદી

નવી દિલ્હી, દેશભરમાં મોદી સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ“ને લઇ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આંધ્રપ્રદેશે વધુ એકવાર ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ” મામલે આંધ્રપ્રદેશે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. આંધ્રપ્રદેશ […]

Top Stories India Trending
maxresdefault 6 "ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ"માં આંધ્રપ્રદેશે હાંસલ કર્યું પ્રથમ સ્થાન, ગુજરાતને મળ્યું પાંચમું સ્થાન, જુઓ આ યાદી

નવી દિલ્હી,

દેશભરમાં મોદી સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ“ને લઇ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આંધ્રપ્રદેશે વધુ એકવાર ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ” મામલે આંધ્રપ્રદેશે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.

આંધ્રપ્રદેશ પછી બીજું સ્થાન પાડોશી રાજ્ય તેલંગાણાને પ્રાપ્ત કર્યું છે. ત્યારબાદ અનુક્રમે હરિયાણા, ઝારખંડ, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

આ પહેલા ૨૦૧૭માં જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં માત્ર સાત રાજ્યો દ્વારા જ સરકારે આપેલા સૂચનોને ૫૦ ટકાથી વધુ લાગુ કર્યા હતા. જો કે આ વર્ષે ૧૮ રાજ્યોએ આ સૂચનો લાગુ કર્યા છે.

વર્ષ ૨૦૧૭ના બજેટમાં સરકાર દ્વારા ૩૭૨ એવા એક્શન પોઈન્ટ નિર્ધારિત કરાયા હતા જેણે રાજ્યોને મિશન મોડ પર પૂરું કરવાનું હતું. ૨૦૧૬માં આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંને ટોપ પર રહ્યા હતા.

આ હેતુથી શરુ કરવામાં આવ્યું ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ”

સરકાર દ્વારા “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ” શરુ કરવા પાછળનું મુખ્ય કારણ રાજ્યો વચ્ચે રોકાણને આકર્ષિત કરવાનું અને બિઝનેશના માહોલને લઇ સ્પર્ધા ઉભી કરવાનો છે.

બીજી બાજુ રાજ્ય સરકારો પણ “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ”ને સુધારવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ પર કામ કરી રહી છે.

સરકાર દ્વારા “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ” માટે જાહેર કરાયેલા માપદંડમાં કન્સ્ટ્રકશન પરમિટ, શ્રમિકોનું નિયમન, પર્યાવરણ માટે જરૂરી રજીસ્ટ્રેશન, જમીનની ઉપલબ્ધતા, સિંગલ વિન્ડો સિસ્ટમ શામેલ છે.

ભારતની રેન્કિંગમાં થયો સુધારો

બીજી બાજુ વર્લ્ડ બેંક દ્વારા “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ”ની યાદીમાં પણ ભારતની સ્થિતિમાં સુધારો થયો છે. વર્લ્ડ બેન્કની યાદી મુજબ, ૧૯૦ દેશોમાં ભારત ૧૦૦માં સ્થાને છે. જયારે સરકાર પણ વર્લ્ડ બેન્કની આં રેન્કિંગને ૫૦ની અંદર લાવવા માટે પ્રયાસો કરી રહી છે.