Not Set/ ખોવાયેલી બહેનને શોધતા ભાઇની સંઘર્ષકથા એટલે ‘કાશી..,’ જુઓ ટ્રેલર

મુંબઈ શર્મન જોષી અને ઐશ્વર્યા દેવન ફિલ્મ કાશીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શક ધીરજ કુમાર દ્રારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શર્મન જોશી એક એવા  ભાઈની ભૂમિકા ભજવે છે જે હંમેશા તેની બહેનની મુશ્કેલીમાં મદદ કરે છે.  ટ્રેલરની શરૂઆત ગંગા નદીની આરતી સાથે થાય છે. ત્યાર પછી શર્મન જોષી તેની બહેન ગંગા કે જે […]

Trending Entertainment Videos
taj ખોવાયેલી બહેનને શોધતા ભાઇની સંઘર્ષકથા એટલે 'કાશી..,' જુઓ ટ્રેલર

મુંબઈ

શર્મન જોષી અને ઐશ્વર્યા દેવન ફિલ્મ કાશીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શક ધીરજ કુમાર દ્રારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શર્મન જોશી એક એવા  ભાઈની ભૂમિકા ભજવે છે જે હંમેશા તેની બહેનની મુશ્કેલીમાં મદદ કરે છે.  ટ્રેલરની શરૂઆત ગંગા નદીની આરતી સાથે થાય છે. ત્યાર પછી શર્મન જોષી તેની બહેન ગંગા કે જે એક દિવસ અચાનક જ અદૃશ્ય થઈ જાય છે અને શર્મન જોષી શોધવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.

Image result for aishwarya devan kaashi sharman joshi

આપને જણાવીએ કે શર્મન બહેન ગંગાને શોધવા માટે પોલીસની મદદ માંગે છે. પરંતુ પોલીસના તરફથી કરવામાં આવતા સવાલના કારણે તે જાતે શોધવાનું શરુ કરે છે. ત્યાર પછી તેની વાસ્તવિક લડાઇ શરૂ થાય છે. શર્મન તેની બહેનની કોલેજમાં જઈને પુછપરછ કરે છે ત્યારે તેને જાણવા મળે છે કે ગંગા ચૌધરી નામની કોઈ છોકરી એ કોલેજમાં નથી. પછી તેને જાણવા મળે છે તે તેની બહેન એ જ કોલેજમાં હતી પરંતુ તેને સમજમાં નથી આવતું કે કોણ સાચું છે અને કોણ ખોટું બોલે છે. કોર્ટમાં વકીલ દ્રારા કહેવામાં આવે છે કે શર્મન જોશી જે ગંગાની વાત કરે છે તે ગંગા છે જે નથી. આ ફિલ્મના ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે સ્ટોરી ઘણી રસપ્રદ અને રહસ્યમય છે.

જુઓ ટ્રેલર..

https://youtu.be/8qtQ0wSO2d8?t=112