પારિવારિક વિવાદ/ નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા અને બંને બાળકો પહોંચ્યા મુંબઈ કોર્ટ, લગાવ્યા છે ગંભીર આરોપ

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીના પારિવારિક વિવાદ કેસમાં હવે તેની પત્ની આલિયા અને બંને બાળકો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા છે.

Trending Entertainment
નવાઝુદ્દીન

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીનો પારિવારિક વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરના દિવસોમાં આ મામલો અનેક વખત ઉગ્ર બન્યો છે. કૌટુંબિક વિવાદ પહેલા સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જ્યારે હવે મામલો કોર્ટમાં ગયો છે. આ મામલે આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થશે. જેના માટે આલિયા પોતાના બંને બાળકો સાથે કોર્ટ પહોંચી છે.

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી, તેની પત્ની આલિયા સિદ્દીકી અને ભાઈ શમશુદ્દીન સિદ્દીકીએ આજની સુનાવણી માટે બોમ્બે હાઈકોર્ટમાં હાજર રહેવું પડશે. નવાઝની પત્ની આલિયા સિદ્દીકી અને ભાઈ શમશુદ્દીન સિદ્દીકીને પોતાનો પક્ષ રજૂ કરવા હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. નવાઝની પત્નીએ તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેના માટે નવાઝે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેની પત્ની આલિયાના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “આ કોઈ આરોપ નથી પરંતુ મારી લાગણી વ્યક્ત કરે છે.” આ જ વાત પર કટાક્ષ કરતા શમશુદ્દીને તેના ટ્વીટને કેપ્શન આપતા કહ્યું કે, “પ્રિય ભાઈ # નવાઝુદ્દીન સિદ્દીકી, આ પણ લાગણીઓ છે, આરોપો નથી.” પોતાની પોસ્ટમાં નવાઝે કહ્યું, ‘મારા મૌનને કારણે મને દરેક જગ્યાએ ખરાબ માણસ કહેવામાં આવે છે. હું ચૂપ છું કારણ કે ક્યાંક મારા નાના બાળકો આ આખું નાટક વાંચશે.

નવાઝુદ્દીન સિદ્દીકીની પોસ્ટ પહેલા, તેની પત્ની આલિયાએ એક વીડિયો શેર કર્યો હતો અને તેના પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેને અને તેમના બાળકોને ઘરની બહાર ફેંકી દીધા છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા સિદ્દીકીએ 2009માં લગ્ન કર્યા હતા અને તેઓ બે બાળકોના માતા-પિતા છે- એટલે કે એક પુત્ર અને શોરા નામની પુત્રી.

આ પણ વાંચો:સલમાન અને આમિર વચ્ચે મતભેદ, ફિલ્મ ‘ચેમ્પિયન્સ’માં સાથે કામ કરવું બન્યું મુશ્કેલ

આ પણ વાંચો:સ્ટાઇલ કોઈ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની ગુલામ નથીઃ કંગનાનો 36ના જન્મદિવસે સંદેશ

આ પણ વાંચો:આતિફ અસ્લમ બન્યો પિતા, નાની પરીનું નામ જણાવતા શેર કર્યો ફોટો

આ પણ વાંચો:ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકારનું 67 વર્ષે નિધન, અનેક સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાંજલિ