Bollywood/ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનૂના જીવન પર બનશે ફિલ્મ

ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નોંગપોક કાચિંગ ગામમાં તેના નિવાસ સ્થાને ઇમ્ફાલના મીરાબાઇ ચાનૂ અને સેયુટી ફિલ્મ્સ પ્રોડક્શન્સ વચ્ચે આ સંદર્ભમાં કરાર…

Entertainment
મીરાબાઈ ચાનૂ

ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર વેઈટલિફ્ટર મીરાબાઇ ચાનૂના જીવન પર મણિપુરી ફિલ્મ બનશે. શનિવારે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નોંગપોક કાચિંગ ગામમાં તેના નિવાસ સ્થાને ઇમ્ફાલના મીરાબાઇ ચાનૂ અને સેયુટી ફિલ્મ્સ પ્રોડક્શન્સ વચ્ચે આ સંદર્ભમાં કરાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :આમિર ખાન અને કિરણ રાવને મળ્યા J&K ના ઉપરાજ્યપાલ, જાણો શું કરી ચર્ચા

આ માહિતી કન્સ્ટ્રક્શન કંપનીના ચેરમેન મનાઓબ એમ.એમ. દ્વારા જારી કરવામાં આવેલા પ્રકાશનમાં આપવામાં આવી હતી. મનાઓબ એમ.એમ. જણાવ્યું કે આ ફિલ્મ અંગ્રેજી અને વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ‘ડબ’ કરવામાં આવશે.

જણાવી દઈએ કે મીરાબાઈ ચાનૂ ઓલિમ્પિકમાં વેઈટલિફ્ટિંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુની જીત ભારતને 21 વર્ષ બાદ 49 કિલોગ્રામ વર્ગમાં વેઇટલિફ્ટિંગમાં મેડલ અપાવે છે.

આ પણ વાંચો :ગેહના વશિષ્ઠનો દાવો, કહ્યું – મુંબઈ પોલીસે ધરપકડથી બચાવવા માટે માંગ્યા હતા લાખો રૂપિયા..

કોણ ભજવશે મીરાબાઈનો રોલ?

તે જ સમયે, પ્રોડક્શન કંપની મનાઓબી MM ના ચેરમેને જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે આ ફિલ્મ અંગ્રેજી અને વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ‘ડબ’ કરવામાં આવશે. એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે આ ફિલ્મ માટે અમે એવી છોકરી શોધી રહ્યા છીએ જે મીરાબાઈ ચાનૂના રોલને બંધબેસતી હોય, જે મીરા જેવી લાગતી હોય. શૂટિંગ શરૂ કરવામાં થોડો સમય લાગશે. હવે દેશવાસીઓને આ ફિલ્મ બતાવવામાં આવશે, કે કેવી રીતે મીરાબાઈ ચાનૂએ રાત -દિવસ મહેનત કરીને તેમજ ઘણી મુશ્કેલીઓને બાજુ પર રાખીને દેશ માટે મેડલ જીત્યો છે.

આ પણ વાંચો : દીપિકા પાદુકોણ પતિ રણવીર સાથે પહોંચી હોસ્પિટલ, લોકોએ GOOD NEWS પર ઉઠાવ્યા સવાલ!

આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીને તેના પતિ રાજ કુંદ્રાને લીધે થયું કરોડોનું નુકસાન