વર્ષ 2023 ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યું છે. આ સાથે જ જૂન મહિનો શરૂ થઇ ગયો છે. જોવા જઈએ તો આ મહિનો બોલીવુડ માટે ઘણો ખાસ રહી શકે છે કેમ કે, અત્યારે શાળાના બાળકો વેકેશન ઇન્જોય કરી રહ્યા છે. કેટલાક પરિવાર વેકેશન પર જઈ રહ્યા છે. એવામાં જો આ જૂન મહિનાની વાત કરવામાં આવે તો જૂનમાં એકથી એક ફિલ્મો ફિલ્મી પડદે રિલીઝ થવા જઈ રહી છે. તો ચાલો એક નજર કરીએ જૂન મહિનામાં રિલીઝ થનારી ફિલ્મો પર.
2 જૂન – જરા હટકે જરા બચ્ચે અને ચિડિયા ખાના
આ મહિનાનો પહેલો શુક્રવાર દર્શકો માટે ઝરા હટકે ઝરા બચકે અને ચિડિયા ખાના નામની બ્લોકબસ્ટર ફિલ્મો લઈને આવે છે . વિકી કૌશલ અને સારા અલી ખાનની જોડી પહેલીવાર ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’માં પડદા પર જોવા મળશે .
તો ‘ચિડિયા ખાના’માં રવિ કિશન ઉપરાંત અભિનેત્રી અવનીત કૌર, અભિનેતા ઋત્વિક સહોર, પ્રશાંત નારાયણ, રાજેશ્વરી સચદેવ, પીઢ અભિનેતા અંજન શ્રીવાસ્તવ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મના દિગ્દર્શક મનીષ તિવારી છે.
જૂન 16 – આદિપુરુષ
પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ જૂનના મધ્યમાં રિલીઝ થવાની છે . આ ફિલ્મમાં કૃતિ સેનન, પ્રભાસ, સૈફ અલી ખાન અને સની સિંહ જેવા ઘણા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ 16મીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. દર્શકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. જેનો ટૂંક સમયમાં અંત આવવાનો છે.
જૂન 23 – મેદાન અને 1920 – હોરર્સ ઓફ ધ હાર્ટ
જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું દર્શકો માટે અદ્ભુત રહેશે. અજય દેવગનની ‘મેદાન’ 23 જૂને સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત પ્રિયમણી અને ગજરાજ રાવ પણ જોવા મળશે . આ સિવાય વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મ 1920 – હોરર્સ ઓફ ધ હાર્ટ પણ તે જ દિવસે રિલીઝ થશે, જેમાં ટીવીની આનંદી એટલે કે અવિકા ગૌર જોવા મળશે.
જૂન 29 – સત્યપ્રેમ કી કથા
વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મથી શરૂ થયેલો જૂન મહિનો આખરે કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમ કી કથા પર સમાપ્ત થશે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ‘સત્યપ્રેમ કી કથા’ 29 જૂને રિલીઝ થશે.
આ પણ વાંચો:આ સેલીબ્રીટી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે લે છે કરોડો રૂપિયાનો ચાર્જ
આ પણ વાંચો:અંબાણી પરિવારમાં ફરી ગુંજી કિલકારીઓ, શ્લોકા અને આકાશ બીજી વખત બન્યા માતા-પિતા
આ પણ વાંચો:મલાઈકા અરોરા થઈ પ્રેગ્નન્ટ, અર્જુન કપૂરે કહ્યું આખું સત્ય!
આ પણ વાંચો:સોનાક્ષી સિન્હાએ દરિયા કિનારે ખરીદ્યું આલિશાન ઘર, નવા ઘરમાં શિફ્ટ થતાં જ થઇ હેરાન