અંબાણી પરિવાર દેશના સૌથી ધનિક પરિવારોમાંથી એક છે,જે પોતે ગુજરાતી છે. ફરી એકવાર તેમના ઘરમાં નાના પગલાઓ પડ્યા છે, તમને જણાવી દઈએ 31 મેના રોજ આકાશ અને શ્લોકા ફરી એક વાર માતા-પિતા બન્યા છે. તેમણે એક પુત્રીને જન્મ આપ્યો છે,ઘરમાં લક્ષ્મીનું આગમન થયું છે. ત્યારે દાદા,દાદી નીતા અને મુકેશ અંબાણીએ આકાશ અને શ્લોકાની બાળકીને આશીર્વાદ આપ્યા હતા.
દેશના બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીને ફરી એકવાર ખુશીની આ તક મળી છે. તેમના પરિવારમાં નાના મહેમાનનું આગમન થયું છે.માતાપિતા બન્યા બાદ આકાશ અને શ્લોકાએ તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું છે. નાનકડી પરીની કિલકારીથી અંબાણી પરિવારમાં ખુશીઓ ગુંજી ઉઠી છે. શ્લોકાએ દીકરીને જન્મ આપ્યો છે.
આપને જણાવી દઈએ આ પહેલા 10 ડિસેમ્બર 2020 ના રોજ શ્લોકા અને આકાશ પ્રથમ વખત માતાપિતા બન્યા હતા.તેણે પોતાના ઘરમાં પુત્રનું સ્વાગત કર્યું હતું. તેમના પુત્રનું નામ પૃથ્વી આકાશ અંબાણી છે. હવે દીકરીના આગમનથી આ પરિવાર પૂર્ણ થયો છે,પૃથ્વીને તેની નાની બહેન મળી ગઈ છે.
માહિતી અનુસાર મહેતા અને અંબાણી એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. આકાશ અને શ્લોકા હાઈસ્કૂલમાં સાથે ભણ્યા હતા. 12મા ધોરણમાં આકાશે શ્લોકાને પોતાના દિલની વાત કહી હતી. પરીક્ષા પૂરી થયા પછી, આકાશે શ્લોકાને પ્રપોઝ કર્યું અને તેણે સ્વીકાર્યું. બંનેએ તેમનું શિક્ષણ પૂર્ણ કરવા માટે અલગ-અલગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. પરંતુ તેઓએ ક્યારેય એકબીજાનો સાથ છોડ્યો નથી. જ્યારે તેઓએ તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને તેમની કારકિર્દી શરૂ કરી, ત્યારે તેઓએ સત્તાવાર રીતે તેમના સંબંધોની જાહેરાત કરી હતી. આકાશ અને શ્લોકાની સગાઈ માર્ચ 2018માં થઈ હતી. બંને લવબર્ડ્સ ડિસેમ્બર 2018માં લગ્નના બંધનમાં બંધાયા હતા. આજે અંબાણી પરિવારમાં ખુબજ આનંદ છવાયેલો છે.
આ પણ વાંચો:IPLની ફાઇલમાં વરસાદ પડતા હવે ચેન્નાઇને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ,મેચ ટૂંક સમયમાં શરૂ થશે
આ પણ વાંચો:ધોનીની સ્ટમ્પિંગ ઓલ ટાઇમ હિટ,માત્ર 0.12 સેકન્ડમાં શુભમન ગિલ આઉટ, જુઓ વીડિયો
આ પણ વાંચો:IPLની ફાઇનલમાં ગુજરાતે ચેન્નાઇને આપ્યો 215 રનનો ટાર્ગેટ,સુદર્શનની વિસ્ફોટક ઇનિંગ્સ
આ પણ વાંચો: IPLની ફાઇનલ રમતાની સાથે જ ધોનીએ રચ્યો આ ઇતિહાસ
