Not Set/ ટીવી સીરિયલની આ અભિનેત્રીએ કર્યો ન્યૂડ યોગા, ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયા ફોટા

ટીવી સીરિયલ નાગિન અને બિગ બોસ ફેમ આશકા ગોરાડિયા પોતાના ફિટનેસને લઇને ચર્ચમાં બની રહે છે. આશકા ઘણીવાર યોગ કરતી વખતે ફોટા શેર કરે છે. તાજેતરમાં જ તેણે એક નવો ફોટો શેર કર્યો છે, જેમાં તે ટોપલેસ થઇને શીર્ષાસન કરતી જોવા મળી છે. આશકા ગોરાડિયાની આ નવી ફોટો ખૂબ વાયરલ થઈ રહી છે અને આ […]

Entertainment

ટીવી સીરિયલ નાગિન અને બિગ બોસ ફેમ આશકા ગોરાડિયા પોતાના ફિટનેસને લઇને ચર્ચમાં બની રહે છે. આશકા ઘણીવાર યોગ કરતી વખતે ફોટા શેર કરે છે. તાજેતરમાં જ તેણે એક નવો ફોટો શેર કર્યો છે, જેમાં તે ટોપલેસ થઇને શીર્ષાસન કરતી જોવા મળી છે. આશકા ગોરાડિયાની આ નવી ફોટો ખૂબ વાયરલ થઈ રહી છે અને આ બોલ્ડ સ્ટાઇલની સાથે ટીવી સેલેબ્સને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આશકાનાં આ નવા યોગાસન ન્યૂડ યોગા ગર્લથી પ્રેરિત છે.

આશકા ગોરાડિયાએ આ ફોટોની સાથે એક દમદાર કેપ્શન લખી ન્યૂડ યોગાને પ્રમોટ કરતા ટ્રોલરોનાં મોઢા બંધ કર્યા છે. આશકાએ આ સંદેશમાં ભારતમાં મહિલાઓ સાથે જાતીય શોષણ અને વાંધા લેવાની વાત કરી છે. તેમણે મહિલાઓની સાડીઓ અને બિકિની પહેરવાને લઇને પુરુષોની માનસિકતા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. પોસ્ટમાં આશકાએ ખજુરાહો મંદિરનું ઉદાહરણ પણ આપ્યું છે.

આશકા ગોરાડિયાએ આ આખી પોસ્ટમાં મહિલાઓને ભગવાનની સૌથી સુંદર રચના ગણાવી છે અને પોતાની વાતને રાખી છે. આશકાનાં આ ન્યૂડ યોગાથી ટીવી અભિનેત્રી અબીગેલ પાંડેને પણ પ્રેરણા મળી છે. તેણે પણ ન્યૂડ યોગ કરતો પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે.

જો કે આ પહેલીવાર નથી કે આશકાએ યોગાસન બતાવ્યું હોય. આશકાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ યોગા કરતા ઘણા બોલ્ડ ફોટાથી ભરેલું છે. આશકા પહેલીવાર ટીવી સીરિયલ કુસુમમાં જોવા મળી હતી. સીરિયલમાં તેણે કુમુદની ભૂમિકા ભજવી હતી. પાછળથી તે સીરીયલ લાગી તુજસે લગનમાં નજર આવી. આપને જણાવી દઇએ કે, આશકાએ ડિસેમ્બર 2017માં વિદેશી બોયફ્રેન્ડ બ્રેંટ ગ્લોબની સાથે લગ્ન કર્યા હતા.

આશકા બિગ બોસની સીઝન 6 નો ભાગ પણ રહી ચૂકી છે. બિગ બોસ દરમિયાન પણ આશકા વિવાદમાં રહી હતી. જો કે તેણે બિગ બોસ પર તેની છબી ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. આશકાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, મારી સેક્સુઅલિટીને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. એડિટિંગ દ્વારા રિયાલિટી શો (બિગ બોસ) માં મને લેસ્બિયન બતાવવામાં આવી હતી અને તે મારા અને મારા માતા-પિતા માટે ખૂબ જ શરમજનક હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.