Entertainment News/ પ્રભાસ અને અજય દેવગણ વચ્ચે ડિસેમ્બરમાં મહામુકાબલો; ‘ફૌજી’ અને ‘રેન્જર’ બોક્સ ઓફિસ પર ટકરાશે

પ્રભાસની આગામી ફિલ્મ ‘ફૌજી’ નું નવું પોસ્ટર રિલીઝ થયું છે જે ૩ ડિસેમ્બરે રજૂ થશે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૪ ડિસેમ્બરે રિલીઝ થનારી અજય દેવગણ (Ajay Devgn)ની ‘રેન્જર’ સાથે ટકરાશે.

Entertainment
The biggest face-off will take place between Prabhas and Ajay Devgn.

ભારતીય સિનેમાના બે મોટા સુપરસ્ટાર બોક્સ ઓફિસ પર આમને-સામને આવી રહ્યા છે, જેના કારણે સિનેમા જગતમાં ભારે ઉત્તેજના છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ફૌજી’ નું નવું પોસ્ટર રિલીઝ કરીને તેની સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આગામી ૩ ડિસેમ્બરે થિયેટરોમાં ધમાકો કરવા તૈયાર છે. રસપ્રદ વાત એ છે કે, તેના બરાબર બીજા જ દિવસે એટલે કે 4 ડિસેમ્બરે બોલિવૂડ સિંઘમ અજય દેવગણ ( Ajay Devgn)ની આગામી ફિલ્મ ‘રેન્જર’ મોટા પડદે રજૂ થવાની છે. આ સ્થિતિમાં ડિસેમ્બરની શરૂઆતમાં જ બોક્સ ઓફિસ પર કમાણીનો જબરદસ્ત જંગ જોવા મળશે.

પિરિયડ એક્શન ડ્રામા ‘ફૌજી’ માં પ્રભાસનો નવો અવતાર

સુપરહિટ ફિલ્મ ‘સીતા રામમ’ નું દિગ્દર્શન કરનાર પ્રતિભાશાળી ડાયરેક્ટર હનુ રાઘવપુડી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. પ્રભાસ અને હનુ રાઘવપુડીની જોડી પહેલીવાર કોઈ પ્રોજેક્ટ માટે સાથે આવી છે. આ એક પિરિયડ એક્શન ડ્રામા ફિલ્મ છે જે ભારતની પાંચ ભાષાઓ – તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં એકસાથે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત અનુપમ ખેર, જયાપ્રદા અને મિથુન ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે.

પોસ્ટરે વધારી ઉત્તેજના: ‘બાહુબલી’ ની આવી યાદ

ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. પોસ્ટરમાં પ્રભાસ માત્ર ધોતી પહેરીને, શર્ટ વગર અને લોહીથી લથપથ અવસ્થામાં બેઠેલો નજરે પડે છે. આ દમદાર લુક જોઈને ચાહકોને ‘બાહુબલી’ ફિલ્મનો એ સીન યાદ આવી ગયો છે જેમાં કટપ્પાના દગા બાદ બાહુબલી ઘાયલ અવસ્થામાં જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર બનેલી આ કાલ્પનિક યુદ્ધ ડ્રામા ફિલ્મને બે ભાગમાં રજૂ કરવામાં આવશે, જેમાં ફિલ્મનો બીજો ભાગ પ્રિક્વલ (અગાઉની વાર્તા) તરીકે દર્શાવવામાં આવશે.


આ પણ વાંચો: શું ‘3 ઇડિયટ્સ’ ના ફૂંગસુક વાંગડુ ખરેખર સોનમ વાંગચુક છે? આમિર ખાને કર્યો મોટો ખુલાસો

આ પણ વાંચો: ત્રીજા લગ્ન બાદ આમિરલવ જેહાદના આરોપો પર આમિર ખાનની એન્ટ્રી, ત્રીજા લગ્નના વિવાદ વચ્ચે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ ખાન વિવાદમાં, લવ જેહાદના આરોપો વચ્ચે ફતવા પર પણ ચર્ચા

આ પણ વાંચો: કિંગ ખાનના ‘મન્નત’ને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, રિનોવેશન સામેની અરજી ફગાવી