Entertainment News/ લવ જેહાદના આરોપો પર આમિર ખાનની એન્ટ્રી, ત્રીજા લગ્નના વિવાદ વચ્ચે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

61 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કરનાર આમિર ખાન (aamir khan) તેમના પર લાગેલા લવ જેહાદના આરોપો અને ટ્રોલિંગ પર સણસણતો જવાબ આપ્યો છે. ગૌરી સ્પ્રેટના ધર્મ અને 100 કરોડના ઘરની અફવા અંગે આમિરે શું ખુલાસો કર્યો, વાંચો અહીં.

Trending Entertainment
Aamir Khan lashes out over controversy regarding third marriage.

બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન (aamir khan)હાલમાં પોતાના અંગત જીવનને લઈને ભારે ચર્ચામાં છે. 61 વર્ષની ઉંમરે બિઝનેસવુમન ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કર્યા બાદ અભિનેતા સોશિયલ મીડિયા પર સતત નિશાના પર છે. બજરંગ દળ સહિતના કેટલાક સંગઠનો દ્વારા તેમના પર ‘લવ જેહાદ’ના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા. હવે આ તમામ વિવાદો અને ટ્રોલિંગ પર મૌન તોડતા આમિર ખાને એક ઈન્ટરવ્યુમાં દિલ ખોલીને વાત કરી છે અને વિરોધ કરનારાઓને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે.

ધર્મના નામે ટ્રોલ કરનારાઓને આમિરે શું કહ્યું?  

આમિરે જણાવ્યું કે તેમનો પરિવાર હંમેશાથી સર્વધર્મ સંભાવમાં માને છે અને ખૂબ જ પ્રગતિશીલ છે. પોતાના પરિવારનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું  કે મારી બંને બહેનો અને મારી દીકરી આયરાના લગ્ન હિન્દુ પરિવારમાં થયા છે. મારા કઝિન મન્સૂરે એક ખ્રિસ્તી મહિલા સાથે લગ્ન કર્યા છે.રીના, કિરણ કે ગૌરી—કોઈએ પણ મારી સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલ્યો નથી. અમારા લગ્ન કાયદાકીય રીતે કોર્ટ મેરેજ હતા.લોકો જેને હિન્દુ સમજી રહ્યા છે તે ગૌરી વાસ્તવમાં એક ખ્રિસ્તી છે, જોકે તે ધર્મના ચુસ્ત નિયમો પાળતી નથી. જેમ જેમ સમય જઈ રહ્યો છે, જિંદગી વધુ સુંદર બની રહી છે.

રૂ. 100 કરોડના આલીશાન ‘સ્કાયવિલા’નું સત્ય

મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રા વેસ્ટ (પાલી હિલ)માં 100 કરોડ રૂપિયાનું લક્ઝુરિયસ સ્કાયવિલા બનાવવાની અફવાઓ પર પણ આમિરે સત્ય જાહેર કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ પર્સનલ મોટો પ્રોજેક્ટ નથી, પરંતુ તેમની હાઉસિંગ સોસાયટીના 24 સભ્યોની સંમતિથી બિલ્ડિંગનું રિડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આ સોસાયટીમાં એક બિલ્ડર પણ સામેલ છે જેની પાસે મોટો હિસ્સો છે.

આમિર ખાનનું ફેમિલી બેકગ્રાઉન્ડ

આમિર ખાને અગાઉ રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને જુનૈદ અને આયરા નામના બે સંતાનો છે. ત્યારબાદ કિરણ રાવ સાથેના બીજા લગ્નથી તેમને આઝાદ નામનો દીકરો છે. ગત 5 જુલાઈએ નજીકના લોકોની હાજરીમાં તેમણે ગૌરી સ્પ્રેટ સાથે સાદગીથી લગ્ન કર્યા હતા. ગૌરીના પણ આ બીજા લગ્ન છે અને તેને પહેલા લગ્નથી 7 વર્ષનો એક પુત્ર છે.


આ પણ વાંચો :ટી-સિરીઝના માલિકની પત્ની દિવ્યા ખોસલાનો દરિયાઈ સફરમાં ગ્લેમરસ અંદાજ

આ પણ વાંચો :‘ફૌજી’ના સેટ પર અભિનેતા રાજેશ શર્માને જીવજંતુનો ડંખ

આ પણ વાંચો :શેખર સુમનના ભાગીદાર ધર્મેશ સાંગાણીના ત્યા ED ના દરોડા, પુરાવાનો નાશ કરવા માટે 13મા માળેથી ફોન ફેંક્યો