Entertainment News : અભિનેત્રી અને ફિલ્મમેકર દિવ્યા ખોસલા (Divya Khosla) ફરી એકવાર પોતાના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં આવી છે. દરિયાઈ સફર દરમિયાન તેણે શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેની સ્ટાઇલ, આત્મવિશ્વાસ અને ફિટનેસે ચાહકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.
દિવ્યા ખોસલા (Divya Khosla) નિયોન ગ્રીન સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક શોર્ટ્સમાં ખૂબ જ સ્ટાઇલિશ દેખાઈ રહી હતી
ટી-સીરીઝ (T-Series)ના માલિક અને ચેરમેન ભૂષણ કુમાર (Bhushan Kumar)ની પત્ની દિવ્યા ખોસલા નિયોન ગ્રીન સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક શોર્ટ્સમાં ખૂબ જ સ્ટાઇલિશ દેખાઈ રહી હતી. ત્યારબાદ તેણે સ્પોર્ટ્સ બિકીનીમાં પણ પોતાના ટોન્ડ ફિગરની ઝલક બતાવી હતી. દરિયાની વચ્ચે બોટ પર બેઠેલી દિવ્યાએ અલગ-અલગ આકર્ષક પોઝ આપ્યા, જેમાં તેનો સ્વેગ અને આત્મવિશ્વાસ સ્પષ્ટ જોવા મળ્યો.

ગ્લેમરસ ફેશન માટે જાણીતી દિવ્યાનો આ સ્પોર્ટ્સ બિકીની લુક સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ પસંદ આવ્યો છે. તેની તસવીરો પર ચાહકો સતત લાઈક અને કોમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણા લોકોએ તેની ફિટનેસ અને સ્ટાઇલની પ્રશંસા કરી છે.
દિવ્યા ખોસલા (Divya Khosla)સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને સમયાંતરે પોતાના ફોટોશૂટ તથા વેકેશનની તસવીરો શેર કરતી રહે છે. આ વખતે પણ તેની દરિયાઈ સફરની તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે અને તેના નવા લુકની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.
