Bhoot Police Trailer/ રિલીઝ થતાં જ ઇન્ટરનેટ પર છવાયું ભૂત પોલીસનું ટ્રેલર, હૉરર કૉમેડી કરતા દેખાશે અર્જુન-સૈફ

પવન કૃપલાનીની હોરર-કોમેડી, ‘ભૂત પોલીસ’માં અર્જુન કપૂર, સૈફ અલી ખાન, યામી ગૌતમ અને જેક્લીન ફર્નાન્ડીઝની જોડી છે. ઘણા સમયના ઇંતજાર બાદ મેકર્સે

Entertainment
ભૂત પોલીસ

પવન કૃપલાનીની હોરર-કોમેડી, ભૂત પોલીસ માં અર્જુન કપૂર, સૈફ અલી ખાન, યામી ગૌતમ અને જેક્લીન ફર્નાન્ડીઝની જોડી છે. ઘણા સમયના ઇંતજાર બાદ મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું. જેમાં સૈફ વિભૂતિ નામના પાત્રમાં જોવા મળી રહ્યો છે, જ્યારે અર્જુનના પાત્રનું નામ ચિરૌંજી છે, યામી માયા છે જ્યારે જેકલિન કનિકાનું પાત્ર ભજવી રહી છે. આ ચારેય કલાકારો પ્રથમ વખત કોઈ ફિલ્મમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે આ કલાકાર પણ આ અવતારમાં પ્રથમ વખત દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો :કંગના રનૌતનું ઈન્સ્ટાગ્રામ હેક થયું જાણો શું કહ્યું તેણે…

ભૂત પોલીસ ટ્રેલરમાં સૈફ અલી ખાન વિભૂતિના રોલમાં અને અર્જુન કપૂર ચિરૌંજીના રોલમાં જોવા મળી રહ્યા છે. બંને ભૂત પકડનારની ભૂમિકામાં છે. આ ફિલ્મ એક હોરર કોમેડી છે, જેમાં સૈફ અલી ખાન અને અર્જુન કપૂર સિવાય જાવેદ જાફરી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને સૈફ એટલે કે વિભૂતિ અને ચિરૌંજીને ભૂત પકડવાનું કામ હોય છે. વિભૂતિ ભૂતોમાં માનતો નથી અને આ બધી બાબતોને બકવાસ માને છે. બીજી બાજુ, ચિરૌંજી નકારાત્મક ઉર્જા અનુભવે છે અને ભૂત અને આત્માઓમાં વિશ્વાસ કરે છે.

આ પણ વાંચો : કરીનાનો લાડકવાયો જેહ પણ આ ફિલ્મનો હિસ્સો રહી ચૂક્યો છે…..!!!!

ફિલ્મમા બંન્ને પર્વતીય ભૂતથી છુટકારો મેળવવા માંગે છે. આ દરમિયાન બંન્નેની મુલાકાત જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમની સાથે થાય છે અને ચારેય પોલીસની ગેમમા સામેલ થઇ જાય છે. આ ફિલ્મની દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલરમાં સૈફ અલી ખાનની ફની સ્ટાઇલ ચાહકોને ખૂબ જ ઉત્સાહિત કરી રહી છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 17 સપ્ટેમ્બર 2021ના ​​રોજ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર VIP પર સ્ટ્રીમ થશે.

અપકમિંગ ફિલ્મ ભૂત પોલીસ ની સ્ટોરી ભૂત પકડનારા ભાઈ વિભૂતિ અને ચિરૌંજીની આસપાસ વણાયેલી છે. આ પાત્ર સૈફ અલી ખાન અને અર્જુન કપૂર ભજવી રહ્યા છે. યામી ગૌતમના પાત્રનું નામ માયા અને જેકલીનના પાત્રનું નામ કનિકા છે.

https://www.instagram.com/tv/CStGpP5IvD4/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો :રાજ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટ તરફથી મળી મોટી રાહત, 25 ઓગસ્ટે જામીન અરજી પર થશે સુનાવણી

ભૂત પોલીસ 17 સપ્ટેમ્બરે OTT પર પ્રીમિયર કરશે. ચારેય કલાકારોના પાત્રો, જેઓ પહેલાથી જ સોશિયલ મીડિયા પર રીલીઝ થઈ ચૂક્યા છે, તેઓ ફિલ્મના શીર્ષક અને પોસ્ટર મુજબ ભૂતિયા શિકારીઓ જેવા દેખાય છે.

ફિલ્મનું શૂટિંગ ગયા નવેમ્બરમાં શરૂ થયું હતું અને 5 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થયું હતું. આ ફિલ્મનું શૂટિંગ હિમાચલ પ્રદેશ, મુંબઈ અને રાજસ્થાનના જેસલમેરમાં કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :ગેલ ગેડોટ કામ દરમિયાન બેબીને બ્રેસ્ટ ફીડ કરાવતી મળી જોવા, ચાહકો બોલ્યા – સુપર મોમ

આ પણ વાંચો :સ્પાઈડર વુમન બની બિગ બોસના ઘરે પહોંચી રાખી સાવંત, જુઓ ડ્રામા ક્વીનનો આ અંદાજ