- અમદાવાદ થલતેજની હોટેલમાં પોલીસનાં દરોડા,
- દારૂની મહેફિલ માણતા 2 મહિલા સહિત 4 લોકોની ધરપકડ,
- દારૂની મહેફિલ માણતા શખ્સો સામે પોલીસની કાર્યવાહી,
- હોટલ બ્લૂમ શૂટ્સમાં વસ્ત્રાપુર પોલીસની રેડ
અમદાવાદ શહેરની થલતેજ હોટલમાં પોલીસે અચાનક દરોડા પાડ્યા છે. આ દરોડા પાડતા પોલીસને 2 મહિલા સહિત 4 લોકો દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા, જે બાદ પોલીસે કાર્યવાહી કરી અને તેમની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો – Political / ઘરેલુ ગેસ સિલિન્ડરનાં ભાવ વધતા રાહુલે PM પર કર્યો કટાક્ષ, કહ્યુ- ઉંધો વિકાસ થયો
આપને જણાવી દઇએ કે, અમદાવાદનાં થલતેજમાં હોટલ બ્લૂમ શૂટ્સમાં અચાનક પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને આ હોટલમાં દારૂની મહેફિલ માણતા લોકો વિશે બાતમી મળી હતી, જે બાદ વસ્ત્રાપુર પોલીસ તુરંત જ એક્શમાં આવી અને થલતેજની બ્લૂમ શૂટ્સમાં દરોડા પાડ્યા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જ્યા દારૂબંદી છે ત્યા આવી રીતે લોકો હોટલમાં મજા માણતા પકડાય તે પોલીસ પર પણ સવાલો ઉભા કરે છે. કારણ કે ઘણીવાર એવુ સામે આવ્યુ છે કે, ગુજરાતનાં ઘણા એરિયામાંથી દારૂની ખેપ કરતી ટ્રક કે ટેમ્પો પકડાય છે, પરંતુ આ દારૂ કેવી રીતે ગુજરાતમાં પહોંચે છે તે વિશે પણ ચોક્કસ તપાસ થવી જરૂરી હોવાનુ જનમુખે ચર્ચાઇ રહ્યુ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
