સુપ્રીમ કોર્ટમાં આજે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણી પૂર્ણ થઈ ગઇ છે. કોર્ટે સાંજ સુધીનો સમય નક્કી કર્યો હતો, પરંતુ સુનાવણી તેના એક કલાક પહેલા પૂર્ણ કરવામાં આવી હતી. કોર્ટ આ મુદ્દા પર 23 દિવસ બાદ પોતાનો ચુકાદો આપશે. આપને જણાવી દઇએ કે છેલ્લા 40 દિવસથી સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દા પર સતત સુનાવણી ચાલી રહી હતી, આજે કોર્ટે કહ્યું હતું કે સાંજનાં પાંચ વાગ્યાથી વધુ તેના પર દલીલો સાંભળવામાં આવશે નહીં કારણ કે હવે બહુ થઈ ગયું છે.
લંચનાં વિરામ પહેલાં સુનાવણી દરમિયાન, હિન્દુ મહાસભાનાં વકીલ વિકાસસિંહે એક નકશો રાખ્યો જે મુસ્લિમ પક્ષનાં વકીલ રાજીવ ધવને ગુસ્સામાં આવીને ફાડી દીધો હતો. જો કે બપોરનાં ભોજન બાદ બીજી સુનાવણી દરમિયાન રાજીવ ધવને આવું કરવા પાછળનું કારણ જણાવ્યુ હતું. ધવને કહ્યું કે તેમણે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની સંમતિથી તે નકશો ફાડી નાખ્યો હતો. ચીફ જસ્ટિસ પણ આ માટે સહમત થયા.
આ નકશો પ્રકાશિત કરનાર કૃણાલ કિશોરે નકશો ફાડ્યા પર જણાવ્યું હતું કે, તેઓ બુદ્ધિજીવી છે, તેમને લાગ્યું કે જો આ નકશો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે તો કેસ પૂરો થઈ જશે. તેથી તેઓએ નકશો ફાડ્યો. જો તેમને નકશા પર કોઈ વાંધો હતો, તો જ્યારે તેઓને આ નકશો આપવામાં આવ્યો ત્યારે તેઓએ તે કહેવું જોઈએ.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ગુસ્સે થઇ ગયા હતા. તેમણે કહ્યું કે જો ચર્ચા આ રીતે આગળ વધે તો અમારી પાસે ઉભા થવા સિવાય કોઈ રસ્તો નહીં રહે. જ્યારે મુખ્ય ન્યાયાધીશે નારાજગી વ્યક્ત કરી ત્યારે હિન્દુ મહાસભાનાં સલાહકારે કહ્યું કે હું પૂરા આદર સાથે કહેવા માંગુ છું કે મેં કોર્ટની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી. લંચ બાદ અયોધ્યા કેસમાં ફરી સુનાવણી શરૂ થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
