કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી દેશમાં હજુ પણ સ્કૂલો તથા શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. બાળકો ઘરેથી ભણી રહ્યા છે અને જે ઉંમરમાં બાળકોને મેદાનમાં રમવા કરવાનું હોય તે ઉંમરમાં તેઓ ઘરમાં લોક થઈને બેસવા મજબૂર બન્યા છે. ત્યારે આવામાં આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક 6 વર્ષની નાની બાળકી પીએમ નરેન્દ્ર મોદીને વધુ હોમવર્ક મળવાની ફરિયાદ કરી રહી છે, વીડિયોમાં બાળકી કહી રહી છે કે નાના બાળકોને આટલું હોમવર્ક ન આપવું જોઈએ.
આપને જણાવી દઈએ કે,પોતાના અંદાજમાં બાળકીએ કહ્યું કે હું છ વર્ષની છું અને આ દિવસોમાં સ્કૂલના ઓનલાઇન કલાસનો બાળકો પર મોટો બોજ છે. બાળકીએ કહ્યું, જે નાના બાળકો છે તેઓને સ્કુલ દ્વારા વધુ કામ આપવામાં આવે છે, એવું કેમ? બાળકીએ જણાવ્યું કે સવારે ઉઠતાની સાથે જ સ્કુલના કામમાં વ્યસ્ત થઈ જાઉ છું.
https://twitter.com/NamrataWakhloo/status/1398587707794759680?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1398587707794759680%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fupvartanews.com%2Fnational%2F6-years-old-innocent-girl-complained-to-pm-narendra-modi-kashmir-governor-took-action-watch-cute-video%2F154696%2F
આ પણ વાંચો : દિલ્હી-NCRમાં ભારે આંધી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પસરી ઠંડક
બાળકીનો વીડિયો વાયરલ થયો છે.તેના પર જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પણ નોંધ લીધી અને તે બાળકીની ભાવનાત્મક અને વ્યવહારિક અપીલથી પણ પ્રેરાયા હતા. એક ટ્વિટમાં સિંહાએ કહ્યું છે કે, સ્કૂલનાં બાળકો પર હોમવર્કનો ભાર ઓછો કરવા માટે શાળા શિક્ષણ વિભાગને 48 કલાકની અંદર નીતિ ઘડવી પડશે. બાળપણની નિર્દોષતા એ ભગવાનની ભેટ છે. તેનું જીવન જીવંત અને ખુશહાલથી ભરપુર રહેવું જોઈએ.
Very adorable complaint. Have directed the school education department to come out with a policy within 48 hours to lighten burden of homework on school kids. Childhood innocence is gift of God and their days should be lively, full of joy and bliss. https://t.co/8H6rWEGlDa
— Office of LG J&K (@OfficeOfLGJandK) May 31, 2021
આ પણ વાંચો :શિક્ષણ મંત્રાલય આજે આ પરીક્ષાને લઈને નિર્ણય કરશે
વીડિયો વાયરલ થયા પછી જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ કાર્યવાહી કરી છે. તેણે લખ્યું છે કે ખૂબ જ નિર્દોષ ફરિયાદ. શાળાના બાળકો પરના ગૃહકાર્યના બોજને ઘટાડવા માટે 48 કલાકની અંદર એક નીતિ ઘડવાની સૂચના શાળા શિક્ષણ વિભાગને આપે છે. બાળપણની નિર્દોષતા એ ભગવાનની ભેટ છે અને તેના દિવસો આનંદથી ભરેલા હોવા જોઈએ.
આ પણ વાંચો : દેશમાં નવા કેસ કરતાં ડબલ રિકવરી નોંધાઈ, એક્ટિવ કેસ ઘટીને હવે 19 લાખ નીચે

