દેશમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જેમ જેમ ચેપ વધી રહ્યો છે, તેમ તેમ કોરોના સામેની લડત તીવ્ર બની છે. હવે રાજ્ય સરકારો ત્રણ T નાં સુત્ર સાથે આગળ વધી રહી છે. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ.
ગંભીર દર્દીઓ શોધી અને સારવારની સાથે હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવી રહ્યા છે. દર્દીઓનાં સંપર્કમાં આવેલા લોકોને શોધવા માટે કર્નાટકનું મોડલ અપનાવવામાં આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, દેશમાં મહારાષ્ટ્ર પછી તમિળનાડુમાં સૌથી વધુ કેસ છે. જ્યા દરરોજ 2,000 થી વધુ નવા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. રાજ્યોમાં સરકાર વધુને વધુ ટેસ્ટિંગ કરી રહી છે. શનિવારે એક જ દિવસમાં 33,231 ટેસ્ટ થયા હતા, જે કોઈપણ રાજ્યમાં સૌથી વધુ છે.
યુપી-બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને હરિયાણામાં પણ ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે જો કે તે વસ્તીનાં પ્રમાણમાં ઘણી ઓછી છે. આપને જણાવી દઇએ કે, દિલ્હી, યુપી, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની માંગ પર રેલ્વેએ ચાર રાજ્યોમાં 204 આઇસોલેશન કોચ તૈનાત કર્યા છે. જેથી આઇસોલેટ કરવામાં અને સારવાર કરવામાં કોઈ સમસ્યા ન આવે.નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
