2 Accused Arrested/ સગીરનું અપહરણ કરીને સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યની કોશિષ

વિરોધ કરતા કરી નાંખી હત્યા, બે સગા ભાઈની ધરપકડ

Top Stories India

 

Maharashtra News : મહારાષ્ટ્રના નવી મુંબઈમાં 12 વર્ષના બાળકની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી ગઈ છે. શનિવારે તેનો મૃતદેહ તળાવમાંથી મળ્યો હતો. પોલીસે આ કેસમાં બે સગા ભાઈની ધરપકડ કરી છે. પોલીસે સૃષ્ટિ વૃધ્ધના કૃક્યની કોશિષ અને હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નવી મુબઈ પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ આરોપીઓએ ઠાકુરપાડા વિસ્તારમાંથી 12 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. બાદમાં તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાની કોશિષ કરી હતી. જ્યારે બાળકે બુમાબુમ કરી તો આરોપીઓએ ગભરાયના માર્યા તેની હત્યા કરી નાંખી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

બાદમાં આરોપીએ આ અંગે તેના ભાઈને વાત કરી હતી અને મૃતદેહને ઠેકાણે પાડવામાં તેની મદદ કરી હતી. બન્ને ભાઈઓએ બાળકની લાશને નવી મુંબઈના તળોજા પાસેના એક ગાંમના તળાવમાં ફેંકી દીધી હતી. જ્યાંથી પોલીસે લાશ કબજે કરી હતી. પીટીઆઈના અહેવાલ મુજબ પોલીસે એક જાહેરાતમાં કહ્યું કે 25 માર્ચે બાળક તેના ઘરેથી રમવા માટે નીકળ્યો હતો. પરંતુ ગરની બહારથી તે ગૂમ થઈ ગયો હતો.પરિવારજનોએ તેની તપાસ કરી પણ ક્યાંય પતો ન લાગતા અંતે શીલ-ડાઈઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ જ્યારે તળાવમાંથી બાળકની લાશ મળી ત્યારે તેના હાથપગ બાંધેલા હતા અને માથામાં ઈજાના નિશાન હતા.

તપાસ અદિકારીના જમાવ્યા મુજબ બે આરોપી ભાઈઓ પૈકી રમઝાનએ બાળકનું અપહરણ કરીને તેની સાથે સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકે તેનો વિરોધ કર્યો અને બુમા પાડવાનું શરૂ કર્યું ત્યારે રમઝાને પથ્થર વડે તેનું માથુ છુંદી નાંખ્યું હતું. ઉપરાંત કપડાના ચુકડા વડે બાળકનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ રમઝાનના ભાઈએ લાશને તળાવમાં ફેંકવામાં મદદ કરી હતી.

આ કેસમાં પોલીસે રમઝાન કુદ્દુસ શેખ (20) અને તેના ભાઈ આઝાદ કુદ્દ્સ શેખ (30)ની ધરપકડ કરી હતી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો:ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો

આ પણ વાંચો:કેજરીવાલ બાદ દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોત પર કાર્યવાહી, ED ઓફિસમાં 5 કલાક સુધી સવાલ-જવાબ

આ પણ વાંચો:ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રાજનાથ સિંહના નેતૃત્વમાં સમિતિની રચના