World News/ રશિયા સાથેના ડીઝલ સપ્લાય ડીલ પર ભડક્યા ઝેલેન્સ્કી; ટ્રમ્પના સલાહકારો પર ઉઠાવ્યા સવાલ

રશિયા (Russia)સાથે ડીઝલ સપ્લાય કરાર કરવાને કારણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ભારે ટીકા કરી છે. આ વિવાદથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો છે.

Top Stories World
Russia Zelenskyy furious diesel supply deal

World News :રશિયા (Russia)સાથે ડીઝલ સપ્લાય કરાર કરવાને લઈને યુક્રેન (Ukraine)ના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની ભારે આકરી ટીકા કરી છે. એક વિશેષ ઇન્ટરવ્યુમાં ઝેલેન્સ્કીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રશિયન ઇંધણની આયાત કરવા સંમતિ આપીને વોશિંગ્ટને “ખોટી બાજુ” પસંદ કરી છે અને આ પગલાના કારણે યુક્રેન પોતાના એક અત્યંત મહત્વપૂર્ણ અને મજબૂત સાથીનો ટેકો ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ઝેલેન્સકીનો આક્રોશ અને સલાહકારો સામે સવાલ

બ્રિટિશ શોમાં વાત કરતા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, “જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આપણા પક્ષને બદલે રશિયાનો પક્ષ લે છે ત્યારે તે ખૂબ જ દુઃખદ બાબત છે. અમેરિકા જો તટસ્થ કે મધ્યમ માર્ગ અપનાવવા માગતું હોય તો અમને તેનાથી કોઈ વાંધો નથી, પરંતુ મધ્યમ માર્ગનો અર્થ એ છે કે તમારે બિલકુલ વચ્ચે રહેવું જોઈએ, નહીં કે ખોટી બાજુએ ઊભા રહેવું.” સાથે જ તેમણે ટ્રમ્પના સલાહકારોની ભૂમિકા સામે સવાલ ઉઠાવતા ઉમેર્યું કે તેમને ખોટી અને ગેરમાર્ગે દોરનારી સલાહ આપવામાં આવી રહી છે.

TRAMP

શું છે વિવાદિત ડીઝલ કરાર?

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)સાથે એક મોટી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા (international system)ની જાહેરાત કરી. આ કરાર હેઠળ, રશિયા તાત્કાલિક ધોરણે અમેરિકા અને વૈશ્વિક બજારો માટે ૩૦૦,૦૦૦ મેટ્રિક ટનથી વધુ ડીઝલ સપ્લાય કરશે. ટ્રમ્પે આ કરારનો બચાવ કરતા દલીલ કરી હતી કે આ નિર્ણયનો મુખ્ય હેતુ વૈશ્વિક બજારમાં ક્રૂડ અને ઇંધણની અછતને દૂર કરવાનો તથા વધતી ઉર્જા કિંમતો તેમજ મોંઘવારીને નિયંત્રણમાં લાવવાનો છે.

ZELEKSI

યુક્રેન માટે ચિંતાનો વિષય

રશિયા સામેના યુદ્ધમાં અત્યાર સુધી યુએસ કિવ (યુક્રેન)નો સૌથી મોટો સૈન્ય અને આર્થિક મદદગાર રહ્યો છે. પરંતુ, રશિયા સાથેના આ વેપાર કરારથી યુક્રેનને મોટો આંચકો લાગ્યો છે. ઝેલેન્સ્કીએ પુનઃરોચ્ચાર કર્યો હતો કે અમેરિકાએ કિવને સાથ આપવો જોઈએ અને મોસ્કો પર આર્થિક દબાણ વધારવું જોઈએ, નહીં કે તેમની સાથે વેપાર કરીને તેમને આર્થિક રાહત (Financial Relief)આપવી જોઈએ.


આ પણ વાંચો:રશિયાની ભારતને મોટી ઓફર, હવે ડીઝલ-પેટ્રોલની સાથે યુરિયા પણ સસ્તામાં લઈ જાઓ

આ પણ વાંચો:પેટ્રોલ-ડીઝલની સાથે યૂરિયા ખાતર પણ લઈ જાઓ સસ્તામાં….રશિયાની ભારતને મોટી ઓફર

આ પણ વાંચો:અમેરિકા ખરીદશે રશિયન ડીઝલ, ભારત ખરીદે તો ટેરિફની ધમકી? ટ્રમ્પે પ્રતિબંધ હટાવ્યો, ઝેલેન્સ્કી નારાજ