Jharkhand News: ઝારખંડના સરાયકેલા-ખરસાવાં જિલ્લામાં એક આદિવાસી મહિલાની હત્યાનો ચોંકાવનારો કિસ્સો (Jharkhand Woman Murder) સામે આવ્યો છે. આશરે 45 વર્ષની મહિલાની ધારદાર હથિયારથી હત્યા કર્યા બાદ તેના શરીરના કેટલાક અંગો કાપીને ઘરની પાછળ કઢાઈમાં રાંધવામાં આવ્યા હોવાનો આરોપ છે. પોલીસે આ મામલે મહિલાના સંબંધમાં જેઠ થતા પૌલુશ મુંડાને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.
Jharkhand Woman Murder: મેળામાં હડિયા વેચવા ગયેલી મહિલા પરત ન ફરી
આ ઘટના કુચાઈ પોલીસ સ્ટેશન (Kuchai Police Station) વિસ્તારના જોમ્બરો ગામની છે. મંગળવારે રાત્રે ગામમાં હોકી ટૂર્નામેન્ટ અને મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મેળામાં હડિયા વેચવા ગઈ હતી. મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતાં પતિ અને પરિવારના અન્ય સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ
પરિવારજનોની શોધખોળ દરમિયાન મહિલાનો ક્ષતવિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીરના કેટલાક અંગો ગાયબ હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, આરોપીએ ધારદાર હથિયારથી મહિલાની હત્યા કર્યા બાદ શરીરના કેટલાક અંગો કાપ્યા હતા. આ અંગોને ઘરની પાછળ રાખેલી કઢાઈમાં રાંધવામાં આવ્યા હોવાનો પણ આરોપ (Tribal Woman Murder) છે.
સંબંધમાં જેઠ થતા શખ્સની અટકાયત
ઘટનાની જાણ થતાં કુચાઈ પોલીસ સ્ટેશન વિસ્તારની દલભંગા ઓપીની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો. આ મામલે પૌલુશ મુંડાને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ હત્યા પાછળનું કારણ અને ઘટનાની અન્ય વિગતો (Police Investigation) તપાસી રહી છે.
દુષ્કર્મની આશંકા, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ
મહિલાની હત્યા પહેલાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, પોલીસે હજુ આ બાબતની પુષ્ટિ કરી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે સ્પષ્ટતા થઈ શકશે. હાલ પોલીસ તમામ પાસાંને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય યુવકની ક્રૂર હત્યા, ફેક પિત્ઝા ડિલિવરીના બહાને જાળમાં ફસાવી ગોળી મારી
આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં પ્રેમિકાની ક્રૂર હત્યા, લાશના 3 ટુકડા કરી માથું સળગાવ્યું; નેવી જવાનની ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદના પાલડીમાં યુવકની ક્રૂર હત્યા, છરી,ધારિયા વડે કર્યો હુમલો
