Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર (Medicine Vastu) અનુસાર, ઘરમાં રાખેલી દરેક નાની-મોટી વસ્તુઓનો તમારા જીવન પર કોઈ ને કોઈ પ્રભાવ પડતો જ હોય છે. જ્યારે વાત દવાઓની હોય તો આ નિયમ વધુ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે, દવાઓનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય (Health) સાથે હોય છે. આ સંજોગોમાં યોગ્ય દિશામાં રાખેલી દવાઓ આપણા સ્વાસ્થ્ય પર સારો પ્રભાવ પાડી શકે છે જ્યારે ખોટી દિશામાં રાખેલી દવાઓનો નકારાત્મક પ્રભાવ જોવા મળે છે. તો ચાલો જાણીએ કે ઘરમાં દવાઓ રાખવા માટેનું યોગ્ય સ્થાન કયું હોય છે?
ઘરમાં દવાઓ રાખવા માટેની સૌથી ઉચિત દિશા (Medicine Vastu)
વાસ્તુ શાસ્ત્રમાં ઘરના વાયવ્ય અર્થાત્ ઉત્તર-પશ્ચિમ (North-West Corner) ખૂણામાં દવાઓ રાખવું સૌથી યોગ્ય માનવામાં આવે છે. આ ઉપરાંત, તમે ઉત્તર દિશામાં પણ દવાઓ રાખી શકો છો. આ દિશાઓમાં દવાઓ (Medicine Storage direction) રાખવાથી એની અસરો વધી જાય છે અને વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ ઝડપથી સારું થાય છે. ઉત્તર અને ઉત્તર-પશ્ચિમમાં દવાઓને રાખવાથી વ્યક્તિએ ગુમાવેલી ઊર્જા પણ પાછી ફરી શકે છે. એ વાતનો ખાસ ખ્યાલ રાખવો કે હંમેશા કાચના બોક્સમાં દવાને રાખવી. પ્લાસ્ટિક કે ધાતુના બોક્સમાં દવાઓને રાખવાનું યોગ્ય માનવામાં નથી આવતુ.
દવાઓને ઘરમાં ક્યાં ન રાખવી જોઇએ?

1. કિચનમાં ન રાખો
વાસ્તુ અનુસાર, દવાઓને રસોડા (Kitchen)માં તો ભૂલથીયે ન રાખવી જોઇએ. કિચનમાં દવાઓને રાખવાથી સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડી શકે છે અને બીમારી લાંબો સમય સુધી તમને જકડી રાખી શકે છે.

2. બેડની આસપાસ ન રાખો
ઘણા લોકો બેડની આસપાસ દવાઓને રાખે છે પરંતુ વાસ્તુમાં એને યોગ્ય નથી મનાતું…પથારીની આસપાસ દવાઓ મૂકી રાખવાથી તણાવ વધી શકે છે.

3. ઈશાન કોણમાં ન રાખો
ઈશાન અર્થાત્ ઉત્તર-પૂર્વ દિશા (North-East Direction)ને ઈશ્વરનું સ્થાન માનવામાં આવે છે. આ દિશામાં પણ દવાઓ રાખવાથી બચવું જોઇએ.

4. ડાઈનિંગ ટેબલ પર ન રાખો
કેટલાય લોકો દવા લેવાનું યાદ રહે એટલા માટે ડાઇનિંગ ટેબલ પર દવાઓ મૂકી રાખે છે પરંતુ વાસ્તુમાં એને યોગ્ય માનવામાં નથી આવતું, આમ કરવાથી વારંવાર દવાઓ પર તમારી નજર પડે છે અને તમે પોતાને અસ્વસ્થ મહેસૂસ કરો છો.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો : ઘરની બારીઓને શું તમે હંમેશાં બંધ રાખો છો? વાસ્તુ અનુસાર વધી શકે છે સમસ્યાઓ…આજે જ બદલો આદત!
આ પણ વાંચો : ભગવાન વિષ્ણુ અને માતા દુર્ગાને ભૂલથીયે ન ચડાવવા આ ફૂલો…કયા પુષ્પો વર્જીત માનવામાં આવે છે? જાણો વાસ્તુ નિયમ…
આ પણ વાંચો : ધનતેરસથી દિવાળી સુધી આ 5 વાસ્તુ ઉપાય કરો…વધશે પૈસા…વધશે સમૃદ્ધિ!
