World News/ અમે મજા માટે પણ ખાર્ગ ટાપુ પર હુમલાઓ કરી શકીએ છે: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મનોરંજન માટે ઈરાનના ખાર્ગ ટાપુ પર વધુ હુમલાઓ કરી શકીએ છે.

Top Stories World
Donald Trump

US attack on Kharg Island: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એ ઈરાન (Iran) ના ખાર્ગ ટાપુ (Kharg Island) પર વધુ હુમલા કરવાની ધમકી આપી છે. તેમણે ખાસ કરીને તેલ નિકાસ કેન્દ્રને નિશાન બનાવી વધુ કાર્યવાહી કરવાની ચેતવણી આપી. શુક્રવારે અમેરિકાએ ખાર્ગ ટાપુ પર મોટા પાયે બોમ્બમારો કર્યા બાદ ટ્રમ્પે આ કડક નિવેદન આપ્યું છે.

બીજી તરફ ઈરાન (Iran) એ પણ ચેતવણી આપી છે કે જો તેના તેલના માળખાં પર ફરી હુમલો કરવામાં આવશે તો તે અમેરિકાના હિતોને નિશાન બનાવી કડક જવાબ આપશે.

શુક્રવારે અમેરિકાએ ખાર્ગ ટાપુ પર ઈરાનના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવી બોમ્બમારો કર્યો હતો. આ હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એ દાવો કર્યો કે આ હુમલામાં ઈરાનના લશ્કરી માળખાને ભારે નુકસાન થયું છે અને તે લગભગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે.

ટ્રમ્પે આગળ જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા ખાર્ગ ટાપુના તેલ સંબંધી માળખાને ઈરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યું નહોતું. પરંતુ તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જો સ્ટેટ હોર્મુઝને ખુલ્લો નહીં રાખવામાં આવે તો તે તેલના માળખાને પણ નિશાન બનાવી શકે છે.

મજા માટે પણ હુમલો કરીશું:ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એ ખાર્ગ ટાપુ (Kharg Island) પર થયેલા હુમલા મુદ્દે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, “અમે ફક્ત મનોરંજન માટે પણ તેને થોડા વધુ વખત નિશાન બનાવી શકીએ છીએ.”

ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે ખાર્ગ ટાપુ પહેલેથી જ સંપૂર્ણપણે નાશ પામ્યું છે, પરંતુ અમે ફક્ત ‘મજા માટે’ પણ તેના પર ઘણી વાર હુમલો કરી શકીએ છીએ.

તેમજ ખાર્ગ ટાપુ પરના હુમલા બાદ ઈરાની સૈન્યના કેન્દ્રીય મુખ્યાલય, ખાતમ અલ-અંબિયાએ સીધી ધમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકન હિતોને લગતા તમામ તેલ, આર્થિક અને ઉર્જા માળખાનો નાશ કરવામાં આવશે અને રાખમાં ફેરવાઈ જશે.”

આ નિવેદનો બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: અમેરિકાએ ઈરાનના ખાર્ગ આઈલેન્ડ’ પર ભીષણ બોમ્બમારો, ઈરાની સૈન્ય ઠેકાણાઓ સંપૂર્ણ બરબાદ

આ પણ વાંચો: ઈરાન યુદ્ધ દરમિયાન યુએસ વિમાન ક્રેશ, 4 ક્રૂ સભ્યોના મોત

આ પણ વાંચો: ઈરાને તુર્કીમાં આવેલા નાટો (NATO) ના બેઝ પર કર્યો ભયાનક હુમલો, 50 પરમાણુ બોમ્બ હોવાની આશંકા