Ahmedabad News/ અમદાવાદમાં પાન પાર્લર અને દુકાનોમાં SOGનું સરપ્રાઇઝ ચેકિંગ, નશા વિરોધી જુંબેશ શરૂ કરાઇ

નશા વિરોધી જુંબેશ માં શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ પાન પાર્લર, ગલ્લા, તેમજ અન્ય નાની-મોટી દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી.

Top Stories Ahmedabad Gujarat
નશા વિરોધી જુંબેશ

Ahmedabad News: શહેરમાં નશીલા પદાર્થોના વધતા દુષણને અટકાવવા માટે અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા વિશેષ નશા વિરોધી જુંબેશ શરૂ કરવામાં આવી છે. આ જુંબેશ અંતર્ગત નશીલા પદાર્થોના સેવન માટે વપરાતી GoGo સ્ટ્રીપ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

SOGની ટીમે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ પાન પાર્લર, ગલ્લા, તેમજ અન્ય નાની-મોટી દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક વેપારીઓ પાસે નશો કરવા માટે વપરાતી GoGo સ્ટ્રીપ મળી આવતાં તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ GoGo સ્ટ્રીપનો ઉપયોગ ખાસ કરીને યુવાનોમાં નશા માટે થઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. જેના આધારે SOG દ્વારા પૂર્વયોજના બદ્ધ રીતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન કેટલાક વેપારીઓ પાસેથી નશા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

SOG દ્વારા વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની નશીલી વસ્તુઓ, GoGo સ્ટ્રીપ કે નશા માટે વપરાતી અન્ય સામગ્રી તેમની દુકાનમાં રાખવી નહીં. પોલીસએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કોઈ વેપારી ફરી આ પ્રકારની વસ્તુઓ વેચતા કે રાખતા ઝડપાશે તો તેની સામે વધુ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

નશા વિરોધી જુંબેશ માં SOGની કાર્યવાહી 

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની સામગ્રી યુવાનોને નશાની લતમાં ધકેલે છે, જે સમાજ માટે ગંભીર સમસ્યા બની રહી છે. અમદાવાદ પોલીસ શહેરને નશામુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને આવનારા દિવસોમાં પણ આવી સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં નશીલા પદાર્થો અને નશો કરવા માટે વપરાતી સામગ્રી સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. SOGની આ ખાસ જુંબેશને કારણે વેપારીઓમાં પણ ચેતનતા જોવા મળી રહી છે.

અમદાવાદ પોલીસ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો ક્યાંય નશીલા પદાર્થો કે નશો કરવા માટે વપરાતી સામગ્રી અંગે માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં 28 લાખના નશીલા પદાર્થ સાથે 53 લાખનો મુદ્દામાલ કબજે, ચાર શખ્સો ઝડપાયા

આ પણ વાંચો:મહિસાગરમાં 15 લાખના નશીલા પદાર્થ સાથે આરોપીની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદમાં નશીલા પદાર્થના જથ્થા સાથે 15.90 લાખનો મુદ્દામાલ કબજે