National News/ લોકસભામાં TMC સાંસદ કલ્યાણ બેનર્જી સસ્પેન્ડ, મહિલા સાંસદ પર અપમાનજનક ટિપ્પણી બાદ કાર્યવાહી

Kalyan Banerjee Suspended: લોકસભામાં મહિલા સાંસદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ TMC સાંસદ કલ્યાણ બેનર્જીને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. જાણો સમગ્ર ઘટનાક્રમ…

NATIONAL Top Stories
Kalyan Banerjee Suspended: એક ટિપ્પણી... સીધું સસ્પેન્શન

New Delhi News: લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજકીય તણાવ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ કલ્યાણ બેનર્જી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા સાંસદ વિરુદ્ધ અપમાનજનક અને બિનસંસદીય ભાષાનો ઉપયોગ કરવાના આરોપોને પગલે લોકસભાએ તેમને બાકીના સમગ્ર ચોમાસુ સત્ર (Lok Sabha Monsoon Session) માટે સસ્પેન્ડ(Kalyan Banerjee Suspended) કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો. આ નિર્ણય બાદ સંસદમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે.

Kalyan Banerjee Suspended: અપમાનજનક ટિપ્પણી બાદ કાર્યવાહી

સંસદીય (Parliament) કાર્યવાહી દરમિયાન કલ્યાણ બેનર્જીએ એક બળવાખોર મહિલા સાંસદ અંગે વાંધાજનક શબ્દો વાપર્યા હોવાનો આરોપ છે. આ મુદ્દે લોકસભામાં ફરિયાદ નોંધાતા કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે તેમને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે મંજૂરી આપી હતી.

અધ્યક્ષે ગૃહની ગરિમાનો મુદ્દો ઉઠાવ્યો

લોકસભાના અધ્યક્ષપદ સંભાળી રહેલા કૃષ્ણ પ્રસાદ ટેનેટીએ જણાવ્યું કે મહિલા સભ્ય વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી ગૃહની ગરિમા અને સંસદીય પરંપરાઓને ઠેસ પહોંચાડે છે. તેથી શિસ્ત જળવાઈ રહે તે માટે સસ્પેન્શન જરૂરી બન્યું.

હોબાળા વચ્ચે સંસદીય કાર્યવાહી પ્રભાવિત

બુધવારે વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી અનેક વખત ખોરવાઈ હતી અને અંતે ગૃહને ગુરુવાર સુધી સ્થગિત કરાયું હતું. બીજી તરફ રાજ્યસભાની કાર્યવાહી યથાવત ચાલુ રહી હતી.

TMC અને NCPI સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી

લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ કલ્યાણ બેનર્જી અને TMC છોડીને NCPIમાં જોડાયેલા કેટલાક સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી (TMC MP Controversy) થઈ હતી. આ દરમિયાન મિતાલી બાગ, શતાબ્દી રોય અને કાકોલી ઘોષ દસ્તીદાર સહિતના સભ્યો હાજર હતા. વિવાદનું ચોક્કસ કારણ જાહેર થયું નથી, પરંતુ અન્ય વિપક્ષી સાંસદોએ દરમિયાનગીરી કરીને સ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

સ્પીકરને લેખિત ફરિયાદ સોંપાઈ

ઘટના બાદ NCPIના કેટલાક સાંસદોએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને તેમના ચેમ્બરમાં મળી કલ્યાણ બેનર્જી વિરુદ્ધ લેખિત ફરિયાદ સોંપી હતી. ફરિયાદના આધારે ગૃહમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી અને સસ્પેન્શનનો નિર્ણય લેવામાં આવ્યો.તાજેતરના પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ TMCમાં આંતરિક અસંતોષ સામે આવ્યો હતો. પક્ષના અનેક સાંસદો અને ધારાસભ્યો અલગ થઈ NCPIમાં જોડાયા હતા. ત્યારથી બંને પક્ષોના સાંસદો વચ્ચે મતભેદો જાહેરમાં પણ જોવા મળી રહ્યા છે, જેની અસર હવે સંસદની કાર્યવાહી સુધી પહોંચી છે.


આ પણ વાંચો: બંગાળ રાજ્યસભા પેટાચૂંટણીમાં ભાજપનો મોટો દાવ, TMC છોડનારા ત્રણ પૂર્વ સાંસદોને બનાવ્યા ઉમેદવાર

આ પણ વાંચો: મમતા બેનર્જીની વધી ટેન્શન! TMCના 625 કરોડનું ફંડ ફ્રીઝ કરવા અરૂપ બિસ્વાસની માંગ

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પણ TMC  જેવા થશે હાલ, બોલાવાઈ તાત્કાલિક બેઠક