West Bengal News/ બંગાળ રાજ્યસભા પેટાચૂંટણીમાં ભાજપનો મોટો દાવ, TMC છોડનારા ત્રણ પૂર્વ સાંસદોને બનાવ્યા ઉમેદવાર

ભાજપે પાર્ટીમાં જોડાતાં જ ત્રણેય નેતાઓને રાજ્યસભા પેટાચૂંટણી (Rajya Sabha Bypoll)માટે પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે

Top Stories India
પશ્ચિમ બંગાળ (West Bengal)ની રાજ્યસભા પેટાચૂંટણી (Rajya Sabha Bypoll)પહેલાં ભારતીય જનતા પાર્ટીએ મોટો રાજકીય દાવ રમ્યો છે

West Bengal News : પશ્ચિમ બંગાળ (West Bengal)ની રાજ્યસભા પેટાચૂંટણી (Rajya Sabha Bypoll)પહેલાં ભારતીય જનતા પાર્ટીએ મોટો રાજકીય દાવ રમ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી રાજીનામું આપનારા ત્રણ પૂર્વ રાજ્યસભા સાંસદો—સુખેન્દુ શેખર રોય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બરૈક—આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા. પ્રદેશ પ્રમુખ શમિક ભટ્ટાચાર્યની હાજરીમાં ત્રણેય નેતાઓએ ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું.

ભાજપે પાર્ટીમાં જોડાતાં જ ત્રણેય નેતાઓને રાજ્યસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તેમના રાજીનામાને કારણે રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થઈ હતી અને હવે તેઓ ફરી એકવાર ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

ભાજપમાં જોડાયા બાદ મમતા સરકાર પર નિશાન

ભાજપમાં જોડાયા બાદ સુખેન્દુ શેખર રોયે પશ્ચિમ બંગાળ (West Bengal)ની મમતા બેનર્જી સરકાર અને તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં વિકાસ કરતાં વિરોધની રાજનીતિને વધુ મહત્વ આપવામાં આવ્યું, જેના કારણે બંગાળ વિકાસની દોડમાં પાછળ રહી ગયું.

તેમણે કહ્યું કે અન્ય રાજ્યો વિકાસ માટે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરે છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં સતત વિરોધ, બંધ અને હડતાળની રાજનીતિ કરવામાં આવી છે.

ભ્રષ્ટાચાર અને વિકાસ મુદ્દે સરકારને ઘેરી

સુખેન્દુ શેખર રોયે મમતા સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવતા કહ્યું કે આ પ્રકારની રાજનીતિએ બંગાળની ત્રણ પેઢીઓનું ભવિષ્ય બગાડ્યું છે. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં વિકાસ કરતાં ભ્રષ્ટાચાર અને ગેરવ્યવસ્થાને પ્રોત્સાહન મળ્યું, જેના કારણે અનેક લોકો રાજ્ય છોડવા મજબૂર બન્યા.

તેમણે વધુમાં કહ્યું કે દેશના અન્ય રાજ્યો જ્યાં વિકસિત ભારતના વિઝન સાથે આગળ વધી રહ્યા હતા, ત્યાં પશ્ચિમ બંગાળમાં કાયદો-વ્યવસ્થા અને ભ્રષ્ટાચારના પ્રશ્નો વધુ ગંભીર બન્યા.

પેટાચૂંટણી પર સૌની નજર

ત્રણ પ્રભાવશાળી પૂર્વ TMC નેતાઓના ભાજપમાં જોડાવાથી પશ્ચિમ બંગાળની રાજ્યસભા પેટાચૂંટણી વધુ રસપ્રદ બની છે. આ ચૂંટણીના પરિણામોને રાજ્યના બદલાતા રાજકીય સમીકરણો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો :  મમતા બેનર્જીની વધી ટેન્શન! TMCના 625 કરોડનું ફંડ ફ્રીઝ કરવા અરૂપ બિસ્વાસની માંગ

આ પણ વાંચો :  TMCના 20 બળવાખોર સાંસદોનો અન્ય પ્રાદેશિક પક્ષ નેશનલિસ્ટ સિટિઝન પાર્ટી ઓફ ઇન્ડિયામાં વિલય

આ પણ વાંચો :  મમતા બેનર્જીના ઘરે CIDની તપાસ, TMCમાં નકલી સહી વિવાદ