Not Set/ અમરેલીમાં 5 ઇંચ વરસાદથી અંડરબ્રિજમાં કાર ફસાઈ, રેસ્કયુનો વિડીયો થયો વાઇરલ

રાજ્યભરમાં મેઘરાજા રમઝટ બોલાવવાનાં મુડમા છે અને બોલવી પણ રહ્યા છે, અને અમરેલી શહેર જ નહીં પરંતુ સાવરકુંડલા, લિલિયા, ચાવંડ, કુકાવાવ સહતિ સમગ્ર જીલ્લામાં સારામાં સારો વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. તો આગામી 4 દિવસ મેઘ મહેર યછાવત રહે તેવી પણ સંભાવનાં જતાવવામાં આવી રહી છે. અમરેલીનાં કુકાવાવ, વડિયા,બગસરા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદથી તમામ […]

Top Stories Videos

રાજ્યભરમાં મેઘરાજા રમઝટ બોલાવવાનાં મુડમા છે અને બોલવી પણ રહ્યા છે, અને અમરેલી શહેર જ નહીં પરંતુ સાવરકુંડલા, લિલિયા, ચાવંડ, કુકાવાવ સહતિ સમગ્ર જીલ્લામાં સારામાં સારો વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. તો આગામી 4 દિવસ મેઘ મહેર યછાવત રહે તેવી પણ સંભાવનાં જતાવવામાં આવી રહી છે. અમરેલીનાં કુકાવાવ, વડિયા,બગસરા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદથી તમામ નદી નાળાઓમાં પાણી વહેતા થઇ ગયા છે. ત્યારે આ વિસ્તારનાં  ખેડૂતોને રાહત મળી હોવાથી જગતના તાતમાં અનેરો ઉત્સાહ અને ખુશી જોવામાં આવી રહી છે.

અમરેલી શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં પણ મેઘાએ જોરદાર ઇનીંગ આદરતા પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખબક્યો. અને ચારે તરફ પાણી પાણી કરી દીધું હતું. ત્યારે કેરીયા રોડ પર આવેલા રેલવે અંડરબ્રિજમાં પણ વરસાદ બાદ પાણી ભરાયા હતા. દરમિયાન એક કાર ચાલક દ્વારા બ્રિજમાંથી કાર લઇને પસાર થવાનો પ્રયાસ કરવામાં આવતા કાર પાણીનાં પ્રવાહમાં ફસાઈ ગઇ હતી. અને કાર ડૂબવા લાગી હતી.

કાર ચાલક પર જોખમ આવી જતા કાઇ અઘટીત ઘટના ઘટે તે પહેલા યુવાનો કાર ચાલકની મદદે આવ્યા હતા અને કારને યુવાનોએ ધક્કો લગાવી બહાર કાઢી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આમ યુવકોનાં સાહસથી કાર ચાલકનો જીવ બચી જવા પામ્યો હતો.

જુઓ આ યુવકો દ્વારા કાર રેસ્ક્યુનો વાઇરલ વિડીયો…….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.