નાગપુર
નાગપુરમાં આત્મહત્યાનો એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. નાગપુરનો એક ૧૯ વર્ષીય એન્જિનીયરીંગના વિદ્યાર્થીએ રવિવારે પોતાના ઘરે આત્મહત્યા કરી હરી. આત્મહત્યા કર્યા પહેલા સૌરભે ૨ પેજની સ્યુસાઈડ નોટ લખી હતી.
આ સ્યુસાઈડ નોટમાં તેણે પોતાના આત્મહત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું હતું જે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દે તેવું છે.
સૌરભે લખ્યું હતું કે થોડા દિવસ પહેલા તેણે એક અકસ્માત જોયો હતો જેમાં એક બાળકને મરતા જોયો હતો. આ બાળકની આત્મા મને ઘણા સમયથી બોલાવી રહી હતી.
આત્મહત્યા કરવા બાબતે તેણે પોતાના પરિવાર સાથે માફી માંગી છે અને પોતાની બહેનને મમ્મી-પપ્પાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું.
સૌરભ એ પ્રિયદર્શની ભગવતી કોલેજનો એન્જિનીયરીંગનો વિદ્યાર્થી હતો, તેના પિતા યશવંત એનસીસીમાં કામ કરે છે.
સૌરભે તેની બહેનના દુપટ્ટાની મદદથી પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.
સૌરભ દ્વારા આત્મહત્યા પહેલા લખેલી નોટ પરથી લાગી રહ્યું છે કે તે રોડ એકસીડન્ટ જોયા બાદ ગભરાયેલો હતો. સૌરભે નોટમાં લખ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામનાર બાળકની આત્મા તેને વારંવાર બોલાવી રહી હતી. ઉમરેર રોડ પર થયેલા તે અકસ્માતના અવાજો અને ચીસો તેનો પીછો નહતી છોડતી.
જે જગ્યાએ એકસીડન્ટની ઘટનામાં બાળકનું મોત થયું હતું તે જ જગ્યાએ સૌરભનો પણ અકસ્માત થયો હતો. સૌરભના પરિવારે આ વાત જણાવી હતી કે જે સ્થળે તેણે બાળકને મરતા જોયો હતો તે જ જગ્યાએ તેનો પણ એકસીડન્ટ થયો હતો.
તમને જણાવી દઈએ કે સૌરભે ૧૪ ઓક્ટોમ્બરના રોજ ફેસબુક પર પોસ્ટ કરી હતી જેમાં તેણે તેના મિત્રોનો બર્થડે જરૂરિયાતમંદ બાળકો સાથે મનાવ્યો હતો અને બીજા લોકોને પણ આમ કરવા માટે સલાહ આપી હતી.
