Ahmedabad News: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ આજે (2 ઓક્ટોબર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. વિન્ડીઝની ટીમ ભારત સામે પહેલા દિવસે ટી ટાઇમ સુધી પણ ટકી શકી ન હતી. સિરાજ અને બુમરા છવાઈ જતાં વેસ્ટઇન્ડીઝની ટીમ 44.1 ઓવરમાં ફક્ત 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સિરાજે 4 અને બુમરાએ 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત કુલદીપ યાદવે બે વિકેટ અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ ઝડપી હતી.
આ પહેલાં લંચના સમય સુધીમાં, વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 90 રન પર પહોંચી ગયો હતો. લંચ સુધીમાં વિન્ડીઝની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. સિરાજે ત્રણ વિકેટ લીધી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની દ્રષ્ટિએ આ મેચ મહત્વપૂર્ણ છે. બુમરાહે આ દરમિયાન ઘરઆંગણે 50 વિકેટ ઝડપી હતી.
Innings Break and that’s Tea on Day 1 of the 1st Test.
Kuldeep Yadav picks up the final wicket as West Indies is all out for 162 runs.
Scorecard – https://t.co/Dhl7RtjvWY #INDvWI #1stTEST #TeamIndia @IDFCfirstbank pic.twitter.com/n8WmaUC1OJ
— BCCI (@BCCI) October 2, 2025
વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત પહેલી ઇનિંગમાં ખરાબ રહી હતી. તેમને ફક્ત 12 રનમાં પહેલો ઝટકો લાગ્યો હતો. તેજનારાયણ ચંદ્રપોલ (0 રન) ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની બોલિંગમાં વિકેટકીપર ધ્રુવ જુરેલ દ્વારા કેચ આઉટ થયા હતા. ત્યારબાદ જસપ્રીત બુમરાહ ઓપનર જોન કેમ્પબેલ (8 રન) ને આઉટ કર્યા હતા. ત્યારબાદ સિરાજ ત્રાટક્યો હતો અને વધુ બે વિકેટ લીધી હતી. લંચ પહેલા, કુલદીપ યાદવે વેસ્ટ ઈન્ડિઝને તેમનો પાંચમો ઝટકો આપ્યો, શાઈ હોપને આઉટ કર્યો.
<
Congratulations to @Jaspritbumrah93, who has picked his 50th Test wicket in India in 24 innnings, the joint-fastest with Javagal Srinath among Indian fast bowlers.#TeamIndia pic.twitter.com/SdtBTRptxo
— BCCI (@BCCI) October 2, 2025
p style=”text-align: justify;”>આ મેચ માટે કુલદીપ યાદવનો ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલદીપને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાંચેય મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. પ્રખ્યાત કૃષ્ણ, દેવદત્ત પડિકલ, એન. જગદીસન અને અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા નથી. દરમિયાન, ભૂતપૂર્વ ક્રિકેટર શિવનારાયણ ચંદ્રપોલના પુત્ર તેજનારીનને વેસ્ટ ઇન્ડીઝની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન: તેજનારાયણ ચંદ્રપોલ, જ્હોન કેમ્પબેલ, એલીક એથેનાસ, બ્રાન્ડોન કિંગ, શાઈ હોપ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ (કેપ્ટન), જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખારી પિયર, જોહાન લિયોન અને જેડેન સીલ્સ.
ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ હેડ-ટુ-હેડ
કુલ – 100 ટેસ્ટ
ભારત જીત્યું – 23
વેસ્ટ ઈન્ડિઝ જીત્યું – 30
ડ્રો – 47
જોકે, વેસ્ટ ઈન્ડિઝે મે 2002 પછી ક્યારેય ભારત સામે ટેસ્ટ મેચ જીતી નથી.
ટીમ નીચે મુજબ છે:
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ, એન. જગદીસન, દેવદત્ત પડિકલ, સાઈ સુદર્શન, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રખ્યાત કૃષ્ણ
વેસ્ટ ઈન્ડિઝ: રોસ્ટન ચેઝ (કેપ્ટન), કેવોન એન્ડરસન, એલિક એથાનાસે, જોન કેમ્પબેલ, તેજનારીન ચંદ્રપોલ, શાઈ હોપ, ટેવિન ઈમલાચ, બ્રાન્ડન કિંગ, જસ્ટિન ગ્રીવ્સ, જોહાન લિયોન, ખારી પિયર, જોમેલ વોરિકન, જયડેન સીલ્સ, એન્ડરસન ફિલિપ, જેડિયા બ્લેડ્સ
આ પણ વાંચો: latest sports news/ભારત એશિયા કપ ફાઇનલમાં દમદાર પ્રવેશ, બાંગ્લાદેશને 41 રને હરાવ્યું, નવ બેટ્સમેનોએ બે આંકડામાં રન બનાવ્યા………
આ પણ વાંચો:સમીર વાનખેડે ફરી ચર્ચામાં, શાહરૂખ અને ગૌરી ખાન સામે કેસ દાખલ કર્યો!

