Not Set/ જયારે દેશ રડી રહ્યો હતો, ત્યારે પીએમ મોદી જિમ કોર્બેટ પાર્કમાં ફોટોશૂટ કરાવતા હતા

જમ્મુ અને કાશ્મીરમાં પુલવામાં થયેલા આતંકવાદી હુમલાના 7 દિવસ પછી કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજીને પીએમ નરેન્દ્ર મોદી પર વાક્પ્રહારો કર્યા. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, જયારે બપોરે પુલવામા હુમલો થયો ત્યારે પૂરો દેશ શોકમાં હતો, તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે કૉર્બેટ પાર્કમાં એક શૂટિંગમાં વ્યસ્ત હતા. તેમણે કહ્યું હતું કે જે સમયે દેશ […]

Top Stories India

જમ્મુ અને કાશ્મીરમાં પુલવામાં થયેલા આતંકવાદી હુમલાના 7 દિવસ પછી કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજીને પીએમ નરેન્દ્ર મોદી પર વાક્પ્રહારો કર્યા. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, જયારે બપોરે પુલવામા હુમલો થયો ત્યારે પૂરો દેશ શોકમાં હતો, તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે કૉર્બેટ પાર્કમાં એક શૂટિંગમાં વ્યસ્ત હતા.

તેમણે કહ્યું હતું કે જે સમયે દેશ શહીદોના શરીરના ક્ષત-વિક્ષત દેહના ટુકડાને ભેગા કરી રહ્યો હતો ત્યારે પીએમ મોદી ખુદના નામના નારાઓ લગાવડાવી રહ્યા હતા અને અમિત શાહ રેલીમાં કોંગ્રેસ ઉપર હુમલો કરવામાં વ્યસ્ત હતા. હુમલા બાદ મોદી અને શાહે ‘રાષ્ટ્રીય શોક’ ની પણ ઘોષણા ન કરી, કારણ તેમની રેલીઓ અને રાજનૈતિક કાર્યક્રમો રોકાય ન જાય.

કોંગ્રેસે કહ્યું કે કદાચ જ કોઈ દેશના આવા પ્રધાનમંત્રી હશે જેમને આવ્યું કર્યું હોય, જયારે પુલવામાં આતંકી હુમલો થયો ત્યારે દેશના શહીદોના શરીરના થયેલા ટુકડાઓ વીણી રહ્યા હતા તે સમયે આપણા પીએમ ચાર કલાક સુધી વન વિહાર કરતા રહ્યા અને પીએમ મોદી તેમના કાર્યક્રમાં જલસા કરી રહ્યા હતા. આવા પીએમ માટે શું કહેવું જોઈએ? મારા પાસે કોઈ જ શબ્દો જ નથી.

કોંગ્રેસે પીએમ મોદીના દક્ષિણ કોરિયાના પ્રવાસ ઉપર પણ સવાલો ઉઠાવ્યા। આ સાથે સુરજેવાલાએ એમ પણ કહ્યું કે પીએમ મોદી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પરિવારજનોને પણ રાહ જોવડાવતાં રહ્યા