T20 વર્લ્ડકપ 2021 બાદ ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કોચ તરીકેની પોતાની સફર ખતમ કરી રહેલા રવિ શાસ્ત્રીએ નામીબિયા વિરુદ્ધની મેચ પહેલા રાહુલ દ્રવિડને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાનાં નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. દ્રવિડ ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થનારી સીરીઝમાં નવી ભૂમિકા ભજવતો જોવા મળશે.

આ પણ વાંચો – T20 World Cup / 2022 નાં T20 વર્લ્ડકપ માટે આઠ ટીમો ક્વોલિફાઈ, ઈતિહાસની સૌથી ખતરનાક ટીમ બહાર
નામીબિયા વિરુદ્ધ ભારતનાં મુખ્ય કોચ તરીકેની પોતાની અંતિમ મેચ પહેલા, રવિ શાસ્ત્રીએ સ્વીકાર્યું હતું કે, T20 વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમ માનસિક અને શારીરિક રીતે થાકેલી હતી અને તેમણે જીતવાનો પ્રયત્ન પણ કર્યો નહી કારણ કે ટીમે મોટી મેચોમાં દબાણની સ્થિતિ દરમિયાન સારુ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગઇ. શાસ્ત્રીએ કહ્યું કે, તેના ઉત્તરાધિકારી રાહુલ દ્રવિડને તેમના ‘વારસા’માં એક શાનદાર ટીમ મળી છે અને તે તેના સ્તર અને અનુભવને ધ્યાનમાં રાખીને જ ટીમનાં સ્તરમાં સુધારો કરશે. જ્યારે ઈયાન બિશપે T20 વર્લ્ડકપમાં તેમના અસફળ અભિયાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, “મારા મગજમાં સૌથી પહેલી વસ્તુ આરામ છે. જો કે રવિ શાસ્ત્રીએ કહ્યું કે, જો આવનારા સમયમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને વિશ્વભરનાં ક્રિકેટ બોર્ડ માનસિક થાક અંગે કંઈ નહીં કરે તો ક્રિકેટ પર તેની ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.
You can’t deny the effect outgoing coach Ravi Shastri has had on #India
Read more 👉 https://t.co/lmQHXi0Szw#T20WorldCup pic.twitter.com/DNlMlLgViy
— ICC (@ICC) November 9, 2021
શાસ્ત્રીએ કહ્યું કે, આવી સ્થિતિમાં ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓથી પાછા જઈ શકે છે. મુખ્ય કોચ તરીકે ટીમ ઈન્ડિયા સાથેની છેલ્લી મેચ પહેલા શાસ્ત્રીએ માનસિક અને શારીરિક થાક વિશે ખુલીને વાત કરી હતી. તેમણે વધુમાં કહ્યુ કે, “હું બહાનું નથી બનાવતો, પણ અમે લગભગ છ મહિનાથી બાયો બબલમાં જીવીએ છીએ. જો અમને IPL અને T20 વર્લ્ડકપ વચ્ચે કોઈ અંતર મળ્યું હોત તો સારું હોત. જે લોકો રમે છે તે બધા માણસો છે, આ લોકો પેટ્રોલ પર નથી ચાલતા. મારા મગજમાં આવતી પહેલી વસ્તુ આરામ છે. હું માનસિક રીતે થાકી ગયો છું અને આ ખેલાડીઓ પણ માનસિક અને શારીરિક રીતે થાકેલા છે.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાન કેપ્ટન ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલી અને મેથ્યુ હેડનની એક્સક્લુઝિવ ક્લબમાં જોડાયો
શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, તેઓ બહાના કરવા માંગતા નથી પરંતુ ટીમ અહીં મેચ જીતવા માટે પ્રયાસ કરવા માટે શ્રેષ્ઠ સ્થિતિમાં નહોતી. આ કોઈ બહાનું નથી, એમ તેમણે કહ્યું હતું. અમે હાર સ્વીકારીએ છીએ અને અમે હારથી ડરતા નથી. જીતવાનો પ્રયાસ કરવાથી તમે મેચ હારી શકો છો પરંતુ અહીં અમે જીતવાનો પ્રયાસ કર્યો નથી કારણ કે અમે એક્સ ફેક્ટરને ચૂકી ગયા હતા. શાસ્ત્રીનું માનવું છે કે દ્રવિડ માટે શ્રેષ્ઠ બાબત એ છે કે તેમની પાસે વિશ્વ કક્ષાની ટીમ હશે જે બદલાવનાં તબક્કામાંથી પસાર થવાથી ઓછામાં ઓછા ચાર વર્ષ દૂર રહી. દ્રવિડનો કાર્યકાળ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે T20 અને ટેસ્ટ શ્રેણીથી શરૂ થશે. શાસ્ત્રીએ કહ્યું, અલબત્ત, રાહુલ દ્રવિડનાં રૂપમાં અમારી પાસે એક વ્યક્તિ છે જેને વિરાસતમાં શાનદાર ટીમ મળશે અને પોતાના સ્તર અને અનુભવ સાથે તે આવનારા સમયમાં સ્તરને વધુ વધારશે. “અહીં ઘણા બધા ખેલાડીઓ છે જે વધુ ત્રણથી ચાર વર્ષ રમશે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટીમ પરિવર્તનનાં તબક્કામાંથી પસાર થઈ રહી નથી અને રાતોરાત બદલાવાની નથી. શાસ્ત્રીએ કહ્યું, વિરાટ અત્યારે અહીં છે અને ટીમનાં લીડર તરીકે તે ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો અને શ્રેષ્ઠ ખેલાડી છે.
