ભારતમાં માતૃ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માતૃત્વ સમય દરમ્યાન મહિલાઓની વધુ લેવાતી કાળજીને લઈને મૃત્યુદરમાં આ ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2000ની સરખામણીએ 2020માં મૃત્યુ દરમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા વીસ વર્ષની અંદર ભારતમાં માતાના મૃત્યુદરમાં 68 ટકાના ઘટાડો થયો છે. વર્ષ 2000 માં, જન્મેલા દર એક લાખ બાળકોએ 384 માતા મૃત્યુ પામ્યા હતા, જે 2020 માં ઘટીને સંખ્યા 103 થઈ છે. ભારત ઉપરાંત સમગ્ર વિશ્વમાં અત્યારની સ્થિતિએ માતાના મૃત્યુદર પહેલા કરતા બહુ ઓછો જોવા મળ્યો છે. વર્ષ 2000 માં, સમગ્ર વિશ્વમાં જન્મેલા દર એક લાખ બાળકોએ 339 માતા મૃત્યુ હતા, જે 2020 માં ઘટીને 223 થયા છે. આ આંકડા બતાવે છે કે માતાના મૃત્યુ દરમાં ભારતમાં વધુ સુધારો જોવા મળ્યો છે.

સરકારી રિપોર્ટ અનુસાર 2000-2020 દરમિયાન માતૃ મૃત્યુ દર વૈશ્વિક સ્તરે 2.07% હતો. જ્યારે ભારતમાં માતૃ મૃત્યુ દરમાં લગભગ 6.36 ટકાનો ઘટાડો થયો છે. જે વૈશ્વિક દર કરતા ઘણો વધારે છે. આ જ કારણ છે કે ભારત આ મામલે ઝડપથી આગળ વધી રહ્યું છે. જો કે આ મામલે પણ હજુ ઘણો સુધારો જરૂરી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. ઈરાનીએ સભ્ય જોસ કે મણીના પ્રશ્નના જવાબમાં સંપૂર્ણ વિગતો આપી હતી. સદસ્યએ પૂછ્યું હતું કે શું માતૃ મૃત્યુ દરની દ્રષ્ટિએ ભારત વિશ્વના 10 દેશોમાં સામેલ છે જ્યાં માતૃ મૃત્યુ દર વૈશ્વિક દરના 10 ટકા છે.
રજિસ્ટ્રાર જનરલના આંકડા શેર કરતી વખતે કેન્દ્રીય મંત્રી ઈરાનીએ સંપૂર્ણ માહિતી આપી. માહિતી અનુસાર, 2014-16 દરમિયાન માતા મૃત્યુ દર પ્રતિ લાખ 130 હતો. આ દર 2015-17 દરમિયાન પ્રતિ લાખ 122 હતો. 2016-18માં આ દર 113 હતો. 2017-19 દરમિયાન માતા મૃત્યુ દર 103 હતો. તે જ સમયે, 2018-20 દરમિયાન માતા મૃત્યુ દર 97 હતો. એટલે કે વર્ષ 2000 થી 2020ના ગાળા દરમ્યાન વિશ્વમાં આ ઘટાડો 34% થયો છે જ્યારે ભારતમાં 68%નો ઘટાડો થયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે આ આંકડા બતાવે છે કે ભારતમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને મહત્વના પગલા લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત
આ પણ વાંચો : Gujarat/ગુજરાતની યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ સરળતાથી શીખશે વિદેશી ભાષા, PM મોદીની ટકોર બાદ શરૂ કરાયા કોર્ષ
આ પણ વાંચો : તાપી ફેસ્ટિવલ/પાંચ દિવસીય તાપી ઉત્સવનો દબદબાભેર પ્રારંભ
