Gujarat/ ગુજરાતની યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ સરળતાથી શીખશે વિદેશી ભાષા, PM મોદીની ટકોર બાદ શરૂ કરાયા કોર્ષ

ગુજરાતની યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ સરળતાથી વિદેશી ભાષા શીખી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટકોર બાદ યુનિવર્સિટીઓમાં ફોરેન લેંગ્વેજ કોર્ષ શરૂ કરાશે.

Gujarat Top Stories
YouTube Thumbnail 2024 02 08T111548.685 ગુજરાતની યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ સરળતાથી શીખશે વિદેશી ભાષા, PM મોદીની ટકોર બાદ શરૂ કરાયા કોર્ષ

ગુજરાતની યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ સરળતાથી વિદેશી ભાષા શીખી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટકોર બાદ યુનિવર્સિટીઓમાં ફોરેન લેંગ્વેજ કોર્ષ શરૂ કરાશે. હાલમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં 6 ફેબ્રુઆરીનો રોજ ફોરેન લેંગ્વેજનો કોર્ષનો પ્રારંભ થઈ ગયો છે જેમાં અલગ-અલગ વિદેશી ભાષા શીખવવામાં આવશે. VNSGU બાદ ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. વીર નર્મદ અને ગુજરાત યુનિર્વસિટીમાં ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટમાં અલગ-અલગ 10 જેટલી ભાષાનો સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આ કોર્ષમાં ડિપ્લોમા, ડિગ્રી અને પીજીના કોર્ષ શરૂ કરવાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તજવીત હાથ ધરવામાં આવી છે.

રાજ્યના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર યુનિવર્સિટીમાં ફોરેન લેંગ્વેજને લઈને નવા બદલાવ કરવામાં આવ્યા છે. વીર નર્મદ યુનિવર્સટીમાં ફોરેન લેંગ્વેજ કોર્ષ આ મહિનામાં જ શરૂ થઈ ગયો છે. VNSGUના અંગ્રેજી વિભાગ ખાતે આ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં VNSGUમાં ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, જાપાનીઝ અને રશિયન સહિતની વિદેશી ભાષા શીખવવામાં આવશે જ્યારે આગામી સમયમાં મેન્ડરિન, કોરિયન, જાપાનીઝ, ડચ, સ્વીડિશ, ફિનિશ અને AI ભાષાને કોર્ષમાં સામેલ કરાશે.

Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે જીનોમ સિકવેન્સિંગ ટેસ્ટ  થશે, સરકારે આપી મંજૂરી - Gujarati News | Surat veer narmad south gujarat  university will now have ...

VNSGUદ્વારા વિદેશી ભાષા શીખવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી રહી છે. અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ ડિપ્લોમા, ડિગ્રી અને પીજીનું સર્ટિફિકેટ લઈ શકશે. વીર નર્મદ યુનિવર્સિટીમાં હાલમાં સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં ફોરેલન લેંગ્વેજનો કોર્ષ શીખવવામાં આવશે. વિદેશી ભાષા શીખવા માંગતા વિદ્યાર્થીઓ માટે વીર નર્મદ યુનિવર્સિટીમાં રજીસ્ટ્રેશન હજુ પણ ચાલુ છે. અત્યારે વૈશ્વિક સ્તરે વ્યાવસાયિક હોય કે સામાજિક એકબીજા સાથે સંપર્ક સાધવા ભાષા જ માધ્યમ બને છે. આજે જ્યારે દુનિયા એક ઘર બની રહી હોય ત્યારે અન્ય દેશો સાથે સંબંધો ગાઢ બનાવવા તેમને સારી રીતે જાણવા તે દેશોની ભાષાની જાણકારી વધુ મહત્વની રહે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખી સુરતના ડાયમંડ બુર્સના કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓની સુગમતા માટે ફોરેન લેંગ્વેજને લઈને ટકોર કરી હતી. પીએમ મોદીની ટકોર બાદ રાજ્યની યુનિવર્સિટીમાં હવે વિદેશી ભાષાનો કોર્ષ શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત

આ પણ વાંચો :જાહેરાત/ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ

આ પણ વાંચો :survey/લોકસભા ચૂંટણી સર્વમાં ચોંકાવનારા આંકડા, મહારાષ્ટ્ર અને બંગાળમાં જાણો કઇ પાર્ટી બાજી મારશે