Not Set/ IND vs NZ 3rd T20/ મેચ ટાઇ થયા બાદ સુપર ઓવરમાં ભારતે મારી બાજી, ન્યૂઝીલેન્ડે ગુમાવી સીરીઝ

ન્યૂઝીલેન્ડ ટૂર પર ગયેલી ભારતીય ટીમ ટી-20 શ્રેણીની પ્રથમ 2 મેચ જીત્યા બાદ સેડન પાર્ક ખાતે રમાયેલી ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડને 180 નો ટાર્ગેટ આપ્યો હતો. સ્કોરનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 179 રન બનાવી શકી હતી. આ સાથે મેચ સુપર ઓવર સુધી પહોંચી ગઇ છે. Rohit Sharma has been declared […]

Top Stories Sports

ન્યૂઝીલેન્ડ ટૂર પર ગયેલી ભારતીય ટીમ ટી-20 શ્રેણીની પ્રથમ 2 મેચ જીત્યા બાદ સેડન પાર્ક ખાતે રમાયેલી ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડને 180 નો ટાર્ગેટ આપ્યો હતો. સ્કોરનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 179 રન બનાવી શકી હતી. આ સાથે મેચ સુપર ઓવર સુધી પહોંચી ગઇ છે.

સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાને 18 રનનો ટાર્ગેટ આપ્યો છે, જ્યા ટીમ ઈન્ડિયા આ ટાર્ગેટને મેળવવામાં સફળ રહી છે.

સુપર ઓવર… ભારતને જીતવા માટે 18 રનની જરૂર

ભારત તરફથી રોહિત અને રાહુલ ક્રીઝ પર છે.

પ્રથમ બોલ… રોહિતે બે રન બનાવ્યા. એક બોલ પછી 2 રન બનાવ્યા

બીજો બોલ… રોહિતે એક રન લીધો… બે બોલ પછી 3 રન બનાવ્યા

ત્રીજો બોલ… રાહુલ ત્રીજા બોલમાં 4 રન બનાવ્યા… ત્રણ બોલ બાદ 7 રન

ચોથો બોલ… રાહુલે એક રન લીધો, ચાર બોલ પછી 8 રન

પાંચમો બોલ… રોહિતે પાંચમાં બોલ પર સિક્સ ફટકારી, પાંચમાં બોલ પછી 14 રન બનાવ્યા

છેલ્લો બોલ… રોહિતે અંતિમ બોલે ફટકારી સિક્સર… અંતિમ બોલ પછી મેચ રહી ભરતનાં નામે…

ભારતે મેચ જીતી લીધી છે. શ્રેણીમાં 3-0 ની અગમ્ય લીડ પ્રાપ્ત કરી ભારતે પ્રથમ વખત ન્યૂઝીલેન્ડમાં તેના ઘરેલું મેદાન પર ટી-20 શ્રેણી જીતી છે.

https://twitter.com/ICC/status/1222473230469996544?s=20

સુપર ઓવર… ભારત માટે બુમરાહે કરી બોલિંગ..

મેચનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડનાં વિલિયમસન અને ગુપ્ટિલ ક્રીઝ. ભારત માટે બુમરાહે કરી ઓવર.

પ્રથમ બોલ… વિલિયમ્સને એક રન લીધો…

બીજો બોલ… ગુપ્ટિલે પણ એક રન લીધો… બે બોલમાં 2 રન બનાવ્યા

ત્રીજો બોલ… વિલિયમસને ફટકારી સિક્સ… ત્રણ બોલમાં 8 રન બનાવ્યા

ચોથો બોલ… વિલિયમસનને ફટકાર્યો ચોક્કો… ચાર બોલમાં 12 રન બનાવ્યા

પાંચમો બોલ… વિલીયમસને એક રન લીધો… પાંચ બોલ પછી 13 રન બનાવ્યા

છેલ્લો બોલ – ગુપ્ટિલની બાઉન્ડ્રી… ઓવરમાં બન્યા 17 રન

ભારત માટે 18 રનનો લક્ષ્યાંક…

20મી ઓવર

અંતિમ ઓવરમાં ન્યૂઝીલેન્ડને 9 રનની જરૂર હતી. ટેલરે શમીનાં પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. હવે પાંચ બોલમાં ત્રણ રનની જરૂર હતી. બીજા બોલ પર સિંગલ્સ લીધો હતો. વિલિયમસન ત્રીજા બોલ પર આઉટ થયો. પાંચમી વિકેટ પડી હતી. છેલ્લા ત્રણ બોલમાં બે રનની જરૂર હતી. ચોથો બોલ ડોટ માટે આ બોલ પર કોઈ રન નોંધાયો નહીં. પાંચમા બોલ પર સિંગલ્સ. છેલ્લા બોલ પર રનની જરૂર હતી. છેલ્લી બોલ પર ટેલર બોલ્ડ થયો હતો.

https://twitter.com/BCCI/status/1222476222711468032?s=20

અહીથી ટીમ ઈન્ડિયાનાં જીતનાં દ્વાર ખુલી ગયા હતા, એક સમયે આસાનીથી ન્યૂઝીલેન્ડ જીતી રહ્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ હતુ, જે મેચને ભારતે તેના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો હોય તેમ કરી બતાવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.