Not Set/ માતા-કાકાની હત્યા બાદ યુવકનો આપઘાતનો પ્રયાસ, બે દિવસ સુધી બેસી રહ્યો મૃતદેહ પાસે

ઇસનપુરની સુમન સજની સોસાયટીમાં રહેતા વંદનાબેન પંડયા અને અમૂલભાઈ પંડયા નામના બે વૃદ્ધની તેના જ સગા દીકરા એ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે…

Ahmedabad Gujarat
હત્યા

ઇસનપુર વિસ્તારમાં આવેલી સુમન સજની સોસાયટીમાં બે લોકોની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.ઇસનપુરની સુમન સજની સોસાયટીમાં રહેતા વંદનાબેન પંડયા અને અમૂલભાઈ પંડયા નામના બે વૃદ્ધની તેના જ સગા દીકરા એ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. વંદનાબેનના પુત્ર વરુણએ દોરડાથી ગળું દબાવીને પોતાના માતા અને કાકાની નિર્દયતાથી હત્યા કરી હતી.

આ પણ વાંચો :રાજ્યના બે શિક્ષકોની શ્રેષ્ઠ રાષ્ટ્રીય શિક્ષક તરીકે પસંદગી કરાઈ

મળતી માહિતી અનુસાર “મેં મારા માતા અને કાકાની હત્યા કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પરંતુ મારું મોત થઈ શકતું નથી.” આ શબ્દો ઈસનપુર વિસ્તારમાં આવેલા સુમન સજની સોસાયટીમાં રહેતા વરુણ પંડ્યાના છે. વરુણે તેની માતા અને કાકાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વરુણે આ ઘટનાની જાણ તેના સબંધીને કરી હતી. જોકે, પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ સ્થળે વરુણ લોહીલુહાણ હાલમાં જોવા મળ્યો હતો. પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

વરુણને સારવાર માટે મોકલ્યા બાદ ઘરમાં તપાસ કરતા તેની માતા વંદનાબેન અને કાકા અમુલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક જાણકારીમાં જાણવા મળ્યું છે કે સોમવારે વરુણે તેના કાકા અને માતાની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગળેફાંસો ખાવાથી તેનું મૃત્યુ ન થતાં તેણે છરી વડે પેટના ભાગે ઘા માર્યા હતા. છરીના ઘા મારવા છતાં તેનું મોત થયું ન હતું. જે બાદમાં વરુણ બે દિવસ સુધી લોહીલુહાણ હાલતમાં રૂમમાં બંને મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. અતે કંટાળીને તેણે તેના સગાને આ બાબતની જાણ કરી હતી.

આ પણ વાંચો :આવતીકાલે  ૩૧ સાઈટ પર કોવેક્સિન રસીનો પ્રથમ ડોઝ આપવામાં  ૦૨ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ

માતા અને કાકાની હત્યા કરવા પાછળ હાલના તબક્કે આર્થિક કારણ જવાબદાર હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આરોપી વરુણ કોઈ કામધંધો કરતો ન હોવાથી પરિવારમાં આર્થિક સંકડામણ રહેતાં તેને ઠપકો આપતાં તેણે આ કૃત્ય કર્યાનું અનુમાન છે. જોકે પોલીસે આ સિવાય અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ એ દિશામાં તપાસ આદરી છે.

ઇસનપુર વિસ્તારમાં આવેલી સુમન સજની સોસાયટીમાં બે લોકોની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.ઇસનપુરની સુમન સજની સોસાયટીમાં રહેતા વંદનાબેન પંડયા અને અમૂલભાઈ પંડયા નામના બે વૃદ્ધની તેના જ સગા દીકરા એ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. વંદનાબેનના પુત્ર વરુણએ દોરડાથી ગળું દબાવીને પોતાના માતા અને કાકાની નિર્દયતાથી હત્યા કરી હતી.

આ પણ વાંચો :દશામાં પગપાળા દર્શન કરવા જતાં 7 શ્રદ્ધાળુઓને ઇકો કારે લીધા અડફેટે, 2 નાં મોત

વરુણના પિતા રજની પંડ્યાનું થોડા વર્ષે પહલા અવસાન થયું હતું. જે બાદમાં વરુણ અને તેમની માતા કાકા સાથે રહેતા હતા. વરુણે માતા અને કાકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. બીજી તરફ વરુણ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પરિવારે ઠપકો આપતા આવું પગલું ભર્યાનું પોલીસને પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે એફએસએલની મદદ લઈને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : લીંબડી રાજકોટ હાઇવે પર પોલીસની સરાહનીય કામગીરી, અર્ધનગ્ન હાલતમાં ફરતી સ્ત્રીને…

આ પણ વાંચો :ગુજ.ભાજપ સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણિયાને બિહારની,રત્નાકરને ગુજરાતની જવાબદારી સોંપાઈ