Ahmedabad News: અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. દિવસ પડે અને કોઈને કોઈને ડમ્પર ચાલક ઉડાવે છે. અમદાવાદના મેમનગર વાળીનાથ ચાર રસ્તા પર સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. મનોજ નામની વ્યક્તિને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અમદાવાદમાં ડમ્પર દ્વારા અકસ્માત
ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આશ્ચર્યની વાત એ છે કે રાજ્યમાં ડમ્પર ચાલકોએ આટલા બધા અકસ્માત સર્જયા, પરંતુ એકપણ ડમ્પર ચાલકને સમખાવા પૂરતી સજા થઈ નથી. ફક્ત પોલીસ કાર્યવાહી થાય છે અને કેસને ફાઇલોમાં મૂકીને કોર્ટમાં ફાઇલ કરી દેવાય છે, કોર્ટ તેની રગસિયા ગાડાની ગતિએ આગળ કાર્યવાહી ચલાવે છે અને હજી એક કેસનો ચુકાદો આવે તે પહેલાં તો ડમ્પરો બીજા કેટલાયના જીવ લઈ ચૂક્યા હોય છે.
આ નબળી કાયદાકીય પ્રક્રિયાએ અકસ્માત કરનારાઓનો માર્ગ મોકળો કરી આપ્યો છે. આજે ગુજરાતમાં માર્ગ અકસ્માત દૈનિક ધોરણે વધી રહ્યા છે અને અકસ્માતમાં મોત તો જાણે નવાઈ જ રહી નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં અકસ્માતોની વણઝાર, બે અકસ્માતમાં ત્રણના મોત
આ પણ વાંચો: અમદાવાદમાં વંદે માતરમ જનરક્ષક PCR દ્વારા સર્જાયો અકસ્માત, પાર્ક કરેલી કારને 10 ફૂટ દૂર ફગાવી
આ પણ વાંચો: અમદાવાદમાં વંદે માતરમ જનરક્ષક PCR દ્વારા સર્જાયો અકસ્માત, પાર્ક કરેલી કારને 10 ફૂટ દૂર ફગાવી

