ગુરુવારે સવારે દેશનાં ઘણા ભાગોમાં ઓછી તીવ્રતાનાં ભૂકંપનાં હળવા આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરનાં કટરામાં આજે વહેલી સવારે 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા વધારે ન હોવાથી કોઇપણ પ્રકારનાં નુકસાનનો અવકાશ ઘણો ઓછો છે. આ સિવાય વનુઆતમાં 6.8 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો છે. જેના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો – Statement / આ રાજ્ય સરકારે મંદિરોમાં બિન-બ્રાહ્મણ પૂજારીઓની નિમણૂંક કરતા હોબાળો,CMએ કરી વિધાનસભામાં આ સ્પષ્ટતા
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આજે સવારે 5.08 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ કટરાથી 54 કિમી દક્ષિણપૂર્વમાં 5 કિમીની ઉંડાઈ પર હતું. વળી, આજે સવારે 7.03 વાગ્યે મેરઠ નજીક 2.7 ની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિમી નીચે હતું. આમાં કોઈ જાનહાનિ કે જાનમાલનાં નુકસાનનાં સમાચાર નથી. હિમાચલ પ્રદેશનાં કિન્નૌર જિલ્લામાં રવિવારે 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનાં એક અધિકારીએ કહ્યું હતું કે, જાનમાલના નુકસાનનો કોઈ અહેવાલ સામે આવ્યો નથી. અધિકારીએ જણાવ્યું હતુ કે, ભૂકંપનું કેન્દ્ર કિન્નૌરમાં જમીનથી 10 કિમી નીચે સ્થિત હતું. 1.13 વાગ્યે આંચકા અનુભવાયા હતા.
Earthquake of Magnitude:3.6, Occurred on 19-08-2021, 05:08:34 IST, Lat: 32.70 & Long: 75.40, Depth: 5 Km ,Location: 54km SE of Katra, Jammu and Kashmir, India for more information download the BhooKamp App https://t.co/5ENuwPU3hf pic.twitter.com/ryCA0AjGqb
— National Center for Seismology (@NCS_Earthquake) August 19, 2021
આ પણ વાંચો – અફઘાનિસ્તાનમાં કટોકટી / અમેરિકાએ કર્યું કઈ એવું કે અફઘાનિસ્તાનમાં સત્તા પર આવવા છતાં તાલિબાન પૈસા માટે રહેશે મોહતાજ
વળી, 10 ઓગસ્ટનાં રોજ, દહેરાદૂનમાં ઓછી તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, બપોરે 1:42 વાગ્યે આવેલા આ ભૂકંપને કારણે જાનમાલનાં નુકસાન અંગે હાલમાં કોઈ માહિતી નથી. કુદરતી આફતો માટે સંવેદનશીલ એવા ઉત્તરાખંડમાં હળવા તીવ્રતાનાં ભૂકંપનાં આંચકા ઘણીવાર આવે છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
