Viral Video/ તણાવથી ભરેલા આજનાં સમયમાં હસીની પળ આપતો આ વીડિયો જુઓ

ચિંતા અને તણાવથી ભરેલા વાતવરણમાં હસીની જે પળ મળે તેના ખુલ્લા મને જીવી લેવી જોઇએ. જો કે હસવા માટે તમારે ઘરની બહાર પણ જવાની જરૂર નથી.

Videos
તણાવથી

ચિંતા અને તણાવથી ભરેલા વાતવરણમાં હસીની જે પળ મળે તેના ખુલ્લા મને જીવી લેવી જોઇએ. જો કે હસવા માટે તમારે ઘરની બહાર પણ જવાની જરૂર નથી. જી હા, આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, જે તમને ઘરે બેઠા હસાવી શકે છે. જણાવી દઇએ કે, આજનાં સોશિયલ મીડિયાનાં જમાનામાં તમારા ચહેરા પર હસી લાવી શકે તેવા ઘણા વીડિયો છે.

આ પણ વાંચો – Viral Video/ પોતાના જ લગ્નમાં બળજબરીથી આવ્યા હોય તેવુ કરી રહ્યા છે આ કન્યા અને વરરાજા

આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયામાં ક્યારે શું વાયરલ થશે તે કશું કહી શકાય નહીં. અત્યારે ઇન્ટરનેટ પર એક રમુજી વીડિયો ફરતો થયો છે. વીડિયો જીમ સાથે સંબંધિત છે, જેમાં વર્કઆઉટ કરી રહેલા લોકો એવી ભૂલ કરે છે કે તમે તમારી હસી રોકી શકશો નહી. વાયરલ થતા બે મિનિટ અને 16 સેકન્ડનાં આ વીડિયોમાં, વર્કઆઉટ સંબંધિત ઘણી ફ્રેમ્સ એકસાથે ઉમેરવામાં આવી છે. તેમાં જીમ કરતા ઘણા લોકોની રમુજી સ્ટાઇલ જોયા પછી તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં. વીડિયોની પ્રથમ ફ્રેમમાં ટ્રેડમિલ પર એક માણસ એવરેજ કરતા વધારે ઝડપે દોડવાનો પ્રયાસ કરતો જોવા મળે છે, પરંતુ આ દરમિયાન તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને પાછળની તરફ પડી ગયો. આ દરમિયાન તેનું પેન્ટ પણ ઉતરી ગયું હતુ અને તેને જોઇને આસપાસ હાજર લોકો પણ હસવાનું રોકી શક્યા નહીં. એ જ રીતે, વીડિયોની આગળની ફ્રેમમાં, એક છોકરી જીમ દરમિયાન તેનો વીડિયો શૂટ કરી રહી છે, પરંતુ આ દરમિયાન છોકરીનું સંતુલન બગડ્યું અને તે નીચે પડી જાય છે.

https://twitter.com/AwardsDarwin_/status/1423260297775702032?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1423260297775702032%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fhindi-news%2Fviral%2Fviral-video-most-funny-video-girl-viral-video-ladki-ka-video-gym-me-ladki-ka-video-most-funny-video-man-was-doing-gym-but-his-pants-came-off-would-not-able-to-stop-laughing-after-seeing-womans-worko-4897282%2F

આ પણ વાંચો – Viral Video/ ઉત્સાહમાં આવી ભૂલી ગયા કે ક્યા ચાલી રહ્યા છે, પછી જે થયુ તે જોઇ તમે હસી નહી રોકી શકો

આવી જ એક મહિલા પગની કસરત કરતી જોવા મળે છે, પરંતુ વધુ વજન ખેંચવાના કારણે તેનું સંતુલન બગડી ગયું અને તે નીચે પડી ગઈ. આ સમગ્ર ઘટના મહિલાએ પોતે કેમેરામાં કેદ કરી હતી. આપને જણાવી દઈએ કે, વર્કઆઉટ દરમિયાન, એક ટ્વિટર યુઝર દ્વારા તેના હેન્ડલ પર વીડિયોમાં આવી ઘણી રમુજી પળો શેર કરવામાં આવી છે. વાયરલ વીડિયો અત્યાર સુધી હજારો વખત જોવામાં આવ્યો છે.